37 મિનિટ પેહલા
- કૉપી લિંક
નિર્માતા પહલાજ નિહલાનીએ બોલિવૂડ અભિનેત્રી દિવ્યા ભારતીના વખાણ કર્યા છે. દિવ્યાને યાદ કરતાં તેમણે કહ્યું કે તે એક ઉત્તમ અભિનેત્રી હતી અને તેના કામ પ્રત્યે ખૂબ સમર્પિત પણ હતી. દિવ્યાએ પહલાજ નિહલાની નિર્મિત ફિલ્મ ‘શોલા ઔર શબનમ’માં કામ કર્યું હતું. 1992માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તે ગોવિંદા સાથે જોવા મળી હતી.
પગમાં ખીલી ફસાઈ ગયા પછી પણ દિવ્યા શૂટિંગ કરતી રહી
એક ઈન્ટરવ્યૂમાં દિવ્યા વિશે વાત કરતાં પહલાજ નિહલાનીએ કહ્યું, ‘તે એક ઉત્તમ છોકરી હતી, હંમેશા પોતાના કામ પ્રત્યે ગંભીર હતી. કામ 20 કલાક કરવું પડશે કે 24 કલાક કરવું પડશે તેની તેને જરાય ચિંતા નહોતી. ‘શોલા ઔર શબનમ’ દરમિયાન અમે 20 કલાક શૂટિંગ કરતા હતા. અમે સવારે શૂટિંગ શરૂ કરતા અને ત્યાર બાદ બેક ટુ બેક સીન, પછી ડાન્સ અને પછી અન્ય સીન શૂટ થતા. એક દિવસ મને યાદ છે કે અમે ઉટીમાં શૂટિંગ કરી રહ્યા હતા અને દિવ્યાનો પગ ખીલી પર પડ્યો. તેણે કોઈને કંઈ કહ્યું નહીં.’
‘શોલા ઔર શબનમ’માં દિવ્યા અને ગોવિંદા
નિહલાનીએ વધુમાં કહ્યું કે, ‘ત્યાં ડેવિડ ધવન હાજર ન હતા પરંતુ એક એક્શન ડિરેક્ટર હતા. જ્યારે દિવ્યા શૂટિંગ માટે પાછી આવી ત્યારે હું મોનિટર પાસે ઊભો હતો. તેણે કોઈને જાણ ન થવા દીધી કે હું પણ સમજી શક્યો નહીં, પછી તેણે મારી પાસે રૂમાલ માંગ્યો અને તેના પગ પરના ઘા પર બાંધી દીધો. મેં તેને પૂછ્યું કે, શું થયું અને તેણે કશું કહ્યું નહીં પરંતુ મેં તેણીના પગમાંથી લોહી નીકળતું જોયું અને તરત જ તેને પેક અપ કરાવ્યું.’
દિવ્યાએ પેક અપ કરવા ન દીધું
નિહલાનીએ આગળ કહ્યું, ‘પેક-અપ હોવા છતાં, તે શૂટિંગ પર અડગ રહી,’ ‘મારાથી જોઈ શકાતું ન હતું, પરંતુ આટલી ઇજા હોવા છતાં, તેના ચહેરા પર કોઈ કરચલીઓ નહોતી. મેં ફાઈનલ પેકઅપ કર્યું અને પ્રોડક્શનના લોકોને જાણ કરી કે બીજા દિવસે શૂટિંગ નહીં થાય પરંતુ દિવ્યા રાજી ન થઈ. મેં તેની માતાને કહ્યું હતું કે દિવ્યાને બીજા દિવસે શૂટિંગ માટે ન મોકલો જેથી તે આરામ કરી શકે. પણ સવારે છ વાગ્યે દિવ્યા સેટ પર આવી અને હાઉસ કીપિંગ પાસેથી ચાવી લઈને મારી પાસે આવી અને કહ્યું, ‘ચાલો, ઉઠો, તમે હજુ સુધી કેમ સૂઈ રહ્યા છો?’ તે તેના પોતાના કારણોસર શૂટ રદ કરવા માગતી ન હતી અને પછી તે શૂટિંગ કરીને જ જંપી. તેની સાથે મારી ઘણી મોટી યાદો છે.’
દિવ્યાએ 14 વર્ષની ઉંમરે જ પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગ શરૂ કરી દીધું.
1993 માં અવસાન થયું
દિવ્યા 90ના દાયકામાં બોલિવૂડની ઉભરતી એક્ટ્રેસ હતી. 19 વર્ષની ઉંમરે 21 ફિલ્મો કરીને તેની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થતી હતી. પરંતુ 1993માં એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિવ્યાનું મૃત્યુ માત્ર એક અકસ્માત હતો. તેણે ખૂબ જ દારૂ પીધો હતો જેના કારણે તે પોતાની જાત પર કાબૂ રાખી શકી ન હતી અને બારીમાંથી પડી ગઈ હતી. દિવ્યાના અંતિમ સંસ્કાર 7 એપ્રિલ, 1993ના રોજ મુંબઈના વિલે પાર્લેમાં થયા હતા.