35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. દરમિયાન ઈન્ડિયન સ્ટોરીઝ પ્રોડક્શન હાઉસે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની બોલિવૂડમાં વાપસીની જાહેરાત કરી છે. ફવાદની આ કમબેક ફિલ્મનું નામ છે ‘અબીર ગુલાલ’ અને તેમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ 29 સપ્ટેમ્બરથી લંડનમાં શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મનું નિર્દેશન આરતી એસ. બગડી કરશે. તેનું નિર્માણ વિવેક અગ્રવાલ, અવંતિકા હરી અને રાકેશ સિપ્પી મિલી દ્વારા કરવામાં આવશે.
ફિલ્મની જાહેરાત કરતી વખતે, નિર્માતાઓએ આ ફોટો શેર કર્યો છે જેમાં ફવાદ ખાન અને વાણી કપૂર એકસાથે જોવા મળે છે.
UKમાં થશે આખું શૂટિંગ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ UKમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કરવામાં આવશે. મેકર્સ આ ફિલ્મને ગ્રાન્ડ ઈન્ટરનેશનલ પ્રોડક્શન બનાવવામાં વ્યસ્ત છે. ભારત અને UKના ઘણા ગ્રેટ કલાકારો તેની કો-કાસ્ટમાં જોવા મળશે.
બોલિવૂડના લીડિંગ મ્યુઝિશિયન પહેલેથી જ આ ફિલ્મના 6 ઓરિજિનલ ટ્રેક તૈયાર કરી ચૂક્યા છે. જે બોલિવૂડના પ્રખ્યાત ગાયકોએ ગાયા છે.
હાલમાં જ ભારતમાં ફવાદની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ની રિલીઝને લઈને વિવાદ થયો હતો.
વિરોધ બાદ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ રિલીઝ થઈ શકી નહીં હાલમાં જ ફવાદની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને દેશમાં ભારે વિવાદ થયો હતો. આ ફિલ્મ 2 ઓક્ટોબરે દેશમાં રિલીઝ થવાની હતી. જો કે, ઘણા શહેરોમાં ભારે વિરોધ બાદ તેને રિલીઝ કરવામાં આવ્યું ન હતું.
આ ફિલ્મ સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાની કલાકારની ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં. તેમણે થિયેટર માલિકોને ચેતવણી પણ આપી હતી કે જો તેઓ તેમના થિયેટરોમાં પાકિસ્તાની ફિલ્મો ચલાવશે તો તેમને દુવિધાનો સામનો કરવો પડી શકે છે.
ફવાદ ત્રણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
8 વર્ષ પછી બોલિવૂડ પ્રોજેક્ટ મળ્યો ફવાદની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2016માં રિલીઝ થયેલી રણબીર કપૂર સ્ટારર ‘એ દિલ હૈ મુશ્કિલ’ હતી. આ પહેલા પણ તેણે 2016માં રિલીઝ થયેલી ‘કપૂર એન્ડ સન્સ’ અને 2014માં રિલીઝ થયેલી ‘ખૂબસુરત’માં કામ કર્યું હતું.