28 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથના જાણીતા એક્ટર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણનું અંગત જીવન ફરી ચર્ચા આવ્યું છે. પવને 2008માં એક્ટ્રેસ રેણુ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા, જે 2012માં તૂટી ગયા હતાં. તેમને બે બાળકો છે, અકીરા અને આધ્યા. રેણુથી છૂટાછેડા પછી પવને ત્રીજી વખત લગ્ન કર્યા, પરંતુ તેમના ફેન્સ હજી પણ રેણુને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે અને લગ્નના તૂટવા માટે તેમને જવાબદાર માને છે.
હાલમાં જ ફરી એક ટ્રોલર્સે ટ્રોલ કરતા આ વખતે રેણુએ જડબાતોડ જવાબ આપ્યો અને પવન સાથેના તેના લગ્નને લગતો ખુલાસો પણ કર્યો હતો.
પુત્ર અકીરા અને પુત્રી આધ્યા સાથે પવન અને રેણુ
પવનના ફેને રેણુ વિશે કરી કમેન્ટ
પવનના ફેને હાલમાં જ રેણુની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરી અને લખ્યું, ‘તમે થોડી ધીરજ રાખવી જોઈતી હતી ભાભીજી. તમે એ ભગવાન જેવા માણસને ખોટા સમજ્યા છે. હવે તમે તેમની કિંમત સમજી શકશો પરંતુ મને ખુશી છે કે બાળકો હજુ પણ કલ્યાણ સાથે છે.
પવન કલ્યાણ અને રેણુના લગ્નનો ફોટો
રેણુએ ફેન્સને જવાબ આપ્યો
પવનના ફેન્સની આ કમેન્ટ રેણુને બિલકુલ પસંદ ન આવી. જેના જવાબમાં લખ્યું, ‘જો તમારી પાસે થોડી પણ બુદ્ધિ હોત તો તમે આવી કમેન્ટ ન કરી હોત.તેમને મને છોડી હતી અને પછી ત્રીજી વખત લગ્ન કરી લીધા. આઆવી કમેન્ટ ન કરો મને દુઃખ થાય છે.
પવન કલ્યાણે ત્રણ વાર લગ્ન કર્યા
પવને ત્રણ લગ્ન કર્યા છે જેમાંથી બે નિષ્ફળ રહ્યા છે. 1997માં નંદિની સાથે લગ્ન કર્યા જે 10 વર્ષ સુધી ચાલ્યા. 2008માં તેમણે કો-સ્ટાર રેણુ સાથે લગ્ન કર્યા અને બંને બે બાળકોના માતા-પિતા બન્યા. તેઓએ 2012માં છૂટાછેડા લીધા હતા. 2013માં તેણે રશિયન મોડલ અન્ના લેઝનેવા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા.
અન્નાને તેના પહેલા લગ્નથી એક પુત્રી છે. પવન સાથે લગ્ન કર્યા બાદ અન્નાએ એક પુત્રને જન્મ આપ્યો. હવે પવન ચાર બાળકોનો પિતા છે.