4 કલાક પેહલા
- કૉપી લિંક
પૂજા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે, તેના પિતાના મેસેજે તેને દારૂ છોડવામાં મદદ કરી હતી. પૂજાને 16 વર્ષની ઉંમરે દારૂની લત લાગી ગઈ હતી. ત્યારે પિતા મહેશ ભટ્ટે તેને ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.
દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં પૂજાએ કહ્યું, ‘જ્યારે મેં દારૂ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હું મારી જાતનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવા માંગતી હતી. ભટ્ટ સાહેબે મને એક મેસેજ મોકલ્યો હતો, જેણે મને આ બધામાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી. તે મેસેજમાં તેણે લખ્યું હતું- જો તું મને પ્રેમ કરે છો, તો પોતાની જાતને પ્રેમ કરો.
જો હું પીવાનું બંધ કરું તો જ હું મારી જાતને પ્રેમ કરી શકું. જે દિવસે મેં દારૂ છોડવાનું નાનકડું પગલું ભર્યું તે દિવસથી કુદરતે મને ઘણી બધી ખુશીઓ આપી છે.

પૂજા ભટ્ટ સાથે તેના પિતા મહેશ ભટ્ટ
પૂજાનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે
પૂજા ભટ્ટનું અંગત જીવન પણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. તેના અને રણવીર શૌરીના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. બ્રેકઅપ બાદ બંનેએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
રણવીરથી અલગ થયા બાદ પૂજાએ 2003માં બિઝનેસમેન મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને 2014માં તેણે મનીષને છૂટાછેડા આપી દીધા.

પૂજા ભટ્ટ અને મનીષ માખીજા
અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ અજમાવ્યો હાથ
પૂજા ભટ્ટે ડેડી (1989) ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેના પિતા મહેશ ભટ્ટે તેનું નિર્દેશન કર્યું હતું. આ સમયે પૂજા માત્ર 17 વર્ષની હતી. આ ફિલ્મમાં તેનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળ્યો હતો. પૂજાને ફિલ્મ માટે ફિલ્મફેર ન્યૂ ફેસ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.

પૂજા ભટ્ટની બોલિવૂડમાં એન્ટ્રી
પૂજાની 1991માં આવેલી ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આમિર ખાન સ્ટારર આ ફિલ્મ દ્વારા તેણે દર્શકોની વાહવાહી જીતી હતી. 1991માં સંજય દત્ત સાથેની ‘સડક’માં તેના અભિનયની પ્રશંસા થઈ હતી. પૂજા છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ચૂપમાં જોવા મળી હતી.
2004માં તેણે ફિલ્મ ‘પાપ’થી ડિરેક્શનમાં પગ મૂક્યો હતો. 1996 માં, તેણે પૂજા ભટ્ટ પ્રોડક્શન કંપની ખોલી, તેના હેઠળ બનેલી પહેલી ફિલ્મ ‘તમન્ના’ 2007 માં રિલીઝ થઈ હતી.