15 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે ઈદના ખાસ અવસર પર રિલીઝ થઈ રહી છે. હાલ સલમાન ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે એક પ્રેસ મીટ યોજી હતી, આ દરમિયાન તેને રામ મંદિર સ્પેશિયલ એડિશન ઘડિયાળ પહેરેલી હતી.આ તસવીરો સામે આવ્યા પછી ઘણા યુઝર્સ ‘ભાઈજાન’ના વખાણ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેના અંદાજને પસંદ કરી રહ્યા નથી. એવામાં સેલ્ફ ડિક્લેર્ડ ક્રિટિક કમાલ રાશિદ ખાને (KRK) સલમાન અને તેના ફેન્સ પર ભડકાઉ નિવેદન આપ્યું છે.
કમાલ રશીદ ખાને તેના ઓફિશિયલ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે- તે બધા મુસ્લિમ ભાઈઓને મુબારક જે ઈદ પર સિકંદર જોઈને સલમાન ખાનને ઈદી આપવા માગે છે. તે રામ જન્મભૂમિ એડિશન ઝાયોનિસ્ટ ઘડિયાળ પહેરી બધા મુસ્લિમોની મજાક ઉડાવી રહ્યો છે. તેના બધા મુસ્લિમ ફેન્સ શરમ વગરનાં છે.

સલમાન ખાનના ફોટો શેર કરી KRKએ ભડકાઉ ટ્વિટ કરી
ઘડિયાળની કિંમત ₹34 લાખ સલમાન ખાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે- રામ મંદિર એડિશનની આ ખાસ ઘડિયાળ તેને તેની માતા અને બહેને ગિફ્ટ કરી છે. આ ઘડિયાળમાં રામ મંદિરની સાથે ભગવાન રામ અને હનુમાનજીનો ફોટો પણ છે. જેકબ એન્ડ કો. બ્રાન્ડની આ ખાસ ઘડિયાળની કિંમત 34-35 લાખ રૂપિયા છે. દુનિયાભરમાં આવી ફક્ત 49 ઘડિયાળો જ ઉપલબ્ધ છે. સલમાન ખાન ઉપરાંત અભિષેક બચ્ચન પાસે પણ આવી ઘડિયાળ છે.

અભિષેક બચ્ચન પાસે પણ આવી ઘડિયાળ છે
અગાઉ પણ સલમાન પર કોમેન્ટ કરવી KRKને ભારે પડી હતી આ પહેલીવાર નથી જ્યારે KRK એ સલમાન ખાન વિરુદ્ધ વિવાદાસ્પદ કોમેન્ટ કરી હોય. અગાઉ, ફિલ્મ ‘રાધે’ની રિલીઝ સમયે પણ KRKએ ફિલ્મ અને સલમાન ખાન પર અપમાનજનક કોમેન્ટ કરી હતી. આ પછી, સલમાન ખાનની ટીમે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. કોર્ટમાં KRKને સૂચના આપવામાં આવી હતી કે તે ભવિષ્યમાં ક્યારેય સલમાન ખાન પર આ પ્રકારની વિવાદિત કોમેન્ટ નહીં કરે.
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે, જેમણે ગજનીનું પણ ડિરેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા ઉપરાંત કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર અને શરમન જોશી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રી ‘સિકંદર’માં જોવા મળશે
‘સિકંદર’ માટે સલમાન ખાને કેટલી ફી લીધી? બોલિવૂડ શાદીઝના મતે, એવા અહેવાલો છે કે સલમાન ખાને આ ફિલ્મ માટે મોટી ફી લીધી છે. તેમણે ફિલ્મના બજેટના અડધાથી વધુ ફી ચાર્જ કરી છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે અને અહેવાલો મુજબ સલમાન ખાને 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ સાથે, ફિલ્મના નફામાં પણ તેનો હિસ્સો છે.
રશ્મિકા મંદાનાને આટલી ઓછી ફી મળે છે આ ફિલ્મમાં રશ્મિકા મંડન્ના ફીમેલ લીડ રોડલમાં છે. રશ્મિકા મંદાના ‘એનિમલ’, ‘પુષ્પા’, ‘પુષ્પા 2’ અને ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, એવા અહેવાલો છે કે તેને ‘સિકંદર’ માટે ખૂબ જ ઓછી ફી મળી છે. અહેવાલો અનુસાર, રશ્મિકાને સલમાન કરતાં 24મા ભાગની જ ફી મળી. એવા અહેવાલો છે કે તેને 5 કરોડ રૂપિયા ફી મળશે. એવા અહેવાલો છે કે કાજલ અગ્રવાલને આ ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી મળી છે. શરમન જોશી પણ ફિલ્મોમાં જોવા મળે છે. આ માટે તેને 75 લાખ રૂપિયા ફી મળી. જ્યારે પ્રતીક બબ્બરને 60 લાખ રૂપિયા ફી મળી છે. બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા માટે જાણીતા સત્યરાજને આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ફી મળી છે.