1 કલાક પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યાં લોકો તેમની 21 વર્ષ જૂની તસવીરો શેર કરી રહ્યા છે. તેમાં અનેક સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો છે. હવે પ્રિયંકા ચોપરા પણ આ ટ્રેન્ડનો હિસ્સો બની ગઈ છે. પ્રિયંકાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક જૂની તસવીરો પોસ્ટ કરી છે. પ્રિયંકા પહેલા કાજોલે પણ આ ટ્રેન્ડ ફોલો કર્યો હતો.
પ્રિયંકા 21મા વર્ષે આવી દેખાતી હતી
શેર કરેલી તસવીરોમાં તેનો દેખાવ આજના દેખાવ કરતાં ઘણો જ અલગ છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો આ તસવીરમાં પ્રિયંકા ખુલ્લા વાળમાં છે. બાકીની બે તસવીરોમાં તેણે મેસી હેરનો બન બનાવ્યો છે.
તસવીરોમાં પ્રિયંકા એનિમલ-પ્રિન્ટ આઉટફિટ, ડેનિમ શોર્ટ્સ અને પહોળો બેલ્ટ પહેરેલી જોવા મળે છે. તેણે કાઉબોય હેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘ત્યારથી ઘણું શીખ્યા’.
છેલ્લી તસવીરમાં તે ડેનિમ મિની સ્કર્ટ અને ફ્રન્ટ રિપ્ડ ટોપ પહેરેલી જોવા મળે છે. આ તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘બ્રોન્ઝર’.
કરીના કપૂરે પણ આ ટ્રેન્ડ અનુસર્યો
પ્રિયંકાની સાથે કરીના કપૂર ખાને પણ આ ટ્રેન્ડને ફોલો કર્યો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. ફિલ્મ ‘અશોકા’ની એક તસવીર શેર કરતા કરીનાએ લખ્યું- આજે સવારે હું 21 વર્ષની થઇ ગઈ હોઉં તેવો અનુભવ કરું છું. તસવીરમાં કરીના સાથે શાહરૂખ ખાન પણ જોવા મળી રહ્યો છે.