45 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં એક કિસ્સો સંભળાવતા કહ્યું કે- એક્ટ્રેસ ફિલ્મોમાં આવવા માંગતી નહોતી. પ્રિયંકાની માતાએ તેની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે એક્ટ્રેસ 2002માં તમિલ ફિલ્મ થામિઝાનમાં કામ કરવા માટે સંમત થઈ ગઈ.
‘પ્રિયંકા ફિલ્મોમાં આવવા માંગતી નહોતી’ પ્રિયંકાની માતાએ તાજેતરના પોડકાસ્ટમાં લેહરેન રેટ્રો સાથે વાત કરતા કહ્યું હતું કે પ્રિયંકાએ આ પ્રોજેક્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ પછી ફિલ્મના પ્રોડ્યુસરોએ કોઈ રીતે તેના ભાઈનો સંપર્ક કર્યો, જેમણે પછી તેના પિતાને ફોન કરીને કહ્યું કે સમર વેકેશન દરમિયાન તેને બે મહિના માટે આ ફિલ્મમાં કામ કરવાની તક આપવી જોઈએ. આ માટે પ્રિયંકાને ઘણું મનાવવું પડ્યું.

પ્રિયંકા ચોપરાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2000 માં મિસ વર્લ્ડ સ્પર્ધા જીતવાથી થઈ હતી.
મધુ ચોપરા વિજય થલાપતિના વખાણ કર્યા વિજય થલાપતિની પ્રશંસા કરતા, પ્રિયંકાની માતા મધુ ચોપરાએ કહ્યું કે એક્ટર એ વાતનું ખૂબ ધ્યાન રાખ્યું કે આ ડેબ્યૂ કરવા માટે એક મોટો પ્રોજેક્ટ હતો. મધુએ કહ્યું, પ્રિયંકા વિજયનો ખૂબ આદર કરે છે કારણ કે તે સમયે તેણે પ્રિયંકાને ઘણી મદદ કરી હતી. પ્રભુ દેવાના ભાઈ રાજુ સુંદરમ તે ફિલ્મમાં કોરિયોગ્રાફર હતા, અને તેના સ્ટેપ્સ મુશ્કેલ હતા. વિજય એક પ્રોફેશનલ ડાન્સર છે, અને તેની સાથે તાલ મેળવી મુશ્કેલ હતી. પ્રિયંકાને ખૂબ મહેનત કરવી પડી. નવી ભાષા અને ડાન્સ શીખવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, શૂટિંગ દરમિયાન પ્રિયંકાને તેની આદત પડી ગઈ, અને તે વિજયની સારી મિત્ર પણ બની ગઈ.

તેણી તેની પહેલી ફિલ્મમાં દક્ષિણ અભિનેતા વિજય સાથે જોવા મળી હતી.
‘ડાન્સ શીખવામાં સમય લાગ્યો’ મધુ ચોપરાએ વાતચીતમાં આગળ જણાવ્યું કે કેવી રીતે પ્રિયંકા ચોપરાને ડાન્સ સ્ટેપ્સ યોગ્ય રીતે ન કરવા બદલ ઠપકો મળતો હતો. અમે ફિલ્મ નિર્માતાઓને વિનંતી કરી કે પ્રિયંકાને થોડો સમય આપો અને સાંજે તેને રૂમમાં પ્રેક્ટિસ કરવા દો. આ રીતે પ્રિયંકાએ બધી સ્ટાઈલ યોગ્ય રીતે શીખી લીધી. આ ફિલ્મ પછી, પ્રિયંકાને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

એક્ટ્રેસ રાજામૌલીની ફિલ્મ સાથે ફરીથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે.
ટૂંક સમયમાં રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે આ પ્રિયંકાની એકમાત્ર તમિલ ફિલ્મ હતી જેમાં તેણે અભિનય કર્યો હતો. આ પછી, એક્ટ્રેસે ફક્ત બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાં જ કામ કર્યું. હવે ટૂંક સમયમાં પ્રિયંકા એસએસ રાજામૌલી દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ સાથે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરશે. હાલમાં, આ ફિલ્મનું નામ ‘SSMB 29’ રાખવામાં આવ્યું છે.