27 મિનિટ પેહલા
- કૉપી લિંક
દર્શકો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ને રિલીઝ થવામાં હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે જો કે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ જોરદાર બિઝનેસ કર્યો છે. દર્શકોને ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં પણ સારી કમાણી કરી હતી.
‘પુષ્પા 2: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરે ફરી એકવાર ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે. આ નવા પોસ્ટરમાં એક્ટર અલ્લુ અર્જુન તેના સિગ્નેચર પુષ્પા લુકમાં જોવા મળી રહ્યો છે, જેમાં તેનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે. નવા પોસ્ટરમાં અલ્લુ અર્જુન ખૂબ જ ગંભીર, બળવાખોર અને તેના ‘પુષ્પા’ લુકમાં આત્મવિશ્વાસથી ભરેલો બેઠો જોવા મળે છે.
રિલઝી પહેલાં જ અધધ…કમાણી! મીડીયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, આ તેના OTTઅને સેટેલાઇટ રાઇટ્સની કમાણી છે. જોકે, ફિલ્મ મેકર્સ તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના થિયેટર રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.
આ ફિલ્મ ઓટીટી પર આવવાની સંભાવના એવા અહેવાલો છે કે Netflix એ પુષ્પા 2 ના રાઇટ્સ મેળવી લીધા છે. ચર્ચા છે કે નેટફ્લિક્સે તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયમના રાઇટ્સ રૂ. 270 કરોડમાં લીધા છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે.
‘પુષ્પા’ની ગરીબથી અમીર સુધીની સફર વર્ષ 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. લાલ ચંદનની દાણચોરીની આ વાર્તામાં ‘પુષ્પા’ની ગરીબથી અમીર બનવાની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને ત્યારથી દર્શકો તેના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.