5 કલાક પેહલા
- કૉપી લિંક
અભિનેતા આર. માધવને તાજેતરમાં પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ નકારી કાઢ્યું છે. આ માટે અભિનેતાને મોટી રકમની ઘણી ઓફર આવી હતી. જો કે, દર્શકો પ્રત્યેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને, અભિનેતાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો.
અભિનેતા કહે છે કે, તે એવી કોઈ બ્રાન્ડને સમર્થન આપવા માંગતો નથી જે દર્શકોને નુકસાન પહોંચાડે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક મોટી પાન મસાલા કંપની પોતાની બ્રાન્ડની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી હતી. હવે માધવનના ઇનકાર બાદ કંપની આ બ્રાન્ડ માટે નવો ચહેરો શોધી રહી છે.

આર. માધવન છેલ્લે ફિલ્મ ‘શૈતાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન પણ લીડ રોલમાં હતો.
જોન અબ્રાહમ પાન મસાલાને પ્રમોટ કરતા કલાકારો પર ગુસ્સે
થોડા સમય પહેલા જ્હોન અબ્રાહમે એવા સાથી કલાકારો પર નિશાન સાધ્યું હતું જેઓ એક તરફ ફિટનેસની વાત કરે છે તો બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરે છે.
જ્હોને કહ્યું હતું કે તે પાન મસાલા બ્રાન્ડને ક્યારેય સમર્થન નહીં આપે. તે તેના ચાહકો માટે રોલ મોડલ બનવા માંગે છે. તેઓ જનતાની સામે નકલી ઈમેજ બનાવવામાં માનતા નથી.

જ્હોને કહ્યું હતું કે તે ક્યારેય મૃત્યુને વેચવા માંગતો નથી. તે તેના ચાહકો માટે રોલ મોડલ બનવા માંગે છે.
અક્ષય, અજય અને શાહરુખ ખાન પાન મસાલાના પ્રચાર માટે ટ્રોલ થયા હતા.
થોડા સમય પહેલા અભિનેતા અજય દેવગન, શાહરુખ ખાન અને અક્ષય કુમાર પાન મસાલા અને ગુટખા બ્રાન્ડને પ્રમોટ કરવા બદલ ચાહકોની ટીકાનો ભોગ બન્યા હતા. આ પછી અક્ષયે જાહેરાત કરી હતી કે તે આવા પ્રમોશનમાં ભાગ નહીં લે. તેણે ચાહકોની માફી પણ માંગી હતી.

અક્ષયે વધુમાં કહ્યું હતું કે, ‘હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા ઇચ્છું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવથી મને આઘાત લાગ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. પાન મસાલા બ્રાન્ડ સાથેના મારા જોડાણ પર તમે જે રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરી છે તેનું હું સન્માન કરું છું.’