54 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
કોમેડી માટે જાણીતા રાજીવ ઠાકુરે તાજેતરમાં વેબ સિરીઝ ‘IC 814: કંદહાર હાઇજેક’માં આતંકવાદીનો રોલ કર્યો હતો. આ ભૂમિકા બાદ લોકો હવે તેને માત્ર કોમેડિયન તરીકે જ નહીં પરંતુ એક ગંભીર અભિનેતાના રોલમાં પણ જોશે. આ દિવસોમાં તે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જોવા મળે છે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન રાજીવે જણાવ્યું હતું કે, શરૂઆતમાં દિગ્દર્શક અનુભવ સિન્હા અને કાસ્ટિંગ ટીમને થોડી શંકા હતી કે, દર્શકો તેમને આવા ગંભીર પાત્રમાં સ્વીકારશે કે નહીં. તેને કહ્યું કે, ‘જ્યારે મને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો ત્યારે સૌથી મોટી ચિંતા એ હતી કે જો લોકો મારા પાત્રને જોઈને હસવા લાગ્યા તો આખી સિરીઝ બરબાદ થઈ જશે. મારો ઈન્ટ્રોડકશન શરૂઆતમાં જ છે અને જો એકવાર પણ લોકોએ વિચાર્યું કે હું કોમેડી કરીશ તો પાત્ર અને સિરીઝ નબળી પડી શકે છે.
સિરીઝમાં કાસ્ટિંગ અંગેની પ્રતિક્રિયાઓ અંગે રાજીવે કહ્યું કે, ‘શરૂઆતમાં કેટલાક લોકો ચોંકી ગયા કે આ એ જ રાજીવ ઠાકુર છે, પરંતુ જેમ જેમ સિરીઝ આગળ વધતી ગઈ, લોકો મારા પાત્રને ગંભીરતાથી લેવા લાગ્યા. અનુભવ સાહેબે મને પાત્રની ઊંડાઈ સમજવામાં ઘણી મદદ કરી. મેં કોઈ ખાસ તૈયારી કરી ન હતી, પરંતુ તેને જે સમજાવ્યું તેના માટે મેં સંપૂર્ણપણે અનુકૂલન કર્યું. મારા માટે આ તદ્દન નવો અનુભવ હતો. આ પાત્રમાં કોમેડી માટે કોઈ જગ્યા નહોતી, અને અનુભવ સરના માર્ગદર્શનથી તેને ભજવવામાં ઘણી મદદ મળી.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, આ સિરીઝ પછી તેને કેવા પ્રકારની ભૂમિકાઓ મળી રહી છે. તો તેને કહ્યું, ‘પ્રતિક્રિયાઓ ખૂબ જ સારી છે. હવે હું અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ મેળવવાની શરૂઆત કરવા માંગુ છું. લોકોએ મારી કોમેડી જોઈ છે, હવે નેગેટિવ પાત્રો પણ જોઈ લીધા છે. ઈન્ડસ્ટ્રીમાં લોકો મને નવી ભૂમિકામાં જોશે. હું દરેક પ્રકારના રોલ કરવા તૈયાર છું.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ વિશે રાજીવે કહ્યું, ‘શોની નવી સીઝનમાં તમે મને વધુ સમય માટે જોશો. નવી સીઝન, સારી સીઝન અને આશા છે કે આ વખતે પણ અમે દર્શકોને ખૂબ હસાવીશું.
આ સમાચાર પણ વાંચો..
અર્ચનાએ જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિ વિશે વાત કરી
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં જજ તરીકે જોવા મળેલી અર્ચના પૂરન સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. અર્ચનાએ જણાવ્યું કે સાસુના અવસાન પછી પણ તેણે એક કોમેડી શો માટે શૂટિંગ કર્યું હતું જ્યાં તેને જોર જોરથી હસવું પડ્યું હતું. વાંચો પૂરા સમાચાર…