2 કલાક પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી 2024 આજથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની કુલ 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તમિલનાડુમાં શરૂ થયેલા વોટિંગમાં રજનીકાંત પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા.પદ્મ વિભૂષણથી સન્માનિત 72 વર્ષીય અભિનેતા રજનીકાંત આ દરમિયાન સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. રજનીકાંત શુક્રવારે સવારે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાં પોતાનો મત આપતા જોવા મળ્યા હતા. અભિનેતા કમલ હાસન પણ મતદાન મથક પર પહોંચીને મતદાન કરતા જોવા મળ્યા હતા.
રજનીકાંત ઉપરાંત ધનુષ પણ પોલિંગ બૂથ પર પાછળથી પહોંચતા જોવા મળ્યા હતા. ધનુષના ચાહકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ત્યાં હાજર પોલીસ ધનુષને સુરક્ષિત રીતે અંદર લઈ ગઈ, જ્યાં તેણે પોતાનો મત આપ્યો. વિજય સેથુપતિ ચેન્નાઈ હાઈસ્કૂલ પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. સાઉથના સુપરસ્ટાર અજીત કુમાર પણ વોટ આપવા પહોંચ્યા હતા. 52 વર્ષીય અભિનેતા પોતાનો મત આપવા દક્ષિણ ચેન્નાઈના તિરુવનમિયુરમાં મતદાન મથક પર પહોંચ્યા હતા.
સાત તબક્કાની મુખ્ય ચૂંટણી પ્રક્રિયા આજે એટલે કે શુક્રવારે સવારે 7 વાગે શરૂ થઈ છે, જેમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 102 સંસદીય મતવિસ્તારોનો સમાવેશ થાય છે.આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારોને મતદાન કરવાની તક છે.