- Gujarati News
- Entertainment
- Rajkumar Rao’s Elder Brother Will Make His Debut With This Film, Anup Jalota Will Be Seen In A Special Role
46 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ન્યૂટન’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજકુમાર રાવ બાદ હવે તેનો મોટો ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં મુખ્ય ભૂમિકા ભજવશે. તેની સાથે ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અનુપ જલોટા પણ મહત્ત્વના રોલમાં હશે. અનુપે ‘બિગ બોસ 12’માં આવીને પોતાની ઈમેજ બતાવી હતી. હવે આ ફિલ્મમાં તે પોતાની અલગ સ્ટાઈલ બતાવશે. આ ફિલ્મનું નિર્દેશન સનોજ મિશ્રા કરી રહ્યા છે, જે હાલમાં જ ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ માટે સમાચારોમાં હતા.
‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’નો મામલો હજુ ઠંડો પડ્યો નથી. આ દરમિયાન સનોજ મિશ્રાએ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ પર કામ શરૂ કર્યું છે. તેણે મુંબઈમાં પત્રકાર પરિષદમાં અનુભવ સિન્હા પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે તેમના જેવી ડાબેરી વિચારસરણીની ફિલ્મો બનાવી શકે નહીં.
અનુભવ સિન્હા પર સનોજ મિશ્રાએ નિશાન સાધ્યું અનુભવ સિન્હા પર નિશાન સાધતા સનોજ મિશ્રાએ કહ્યું, “હું યુવાનોને ભ્રમિત કરનારી અને ડાબેરી વિચારસરણી ધરાવતા અનુભવ સિન્હાની જેમ એજન્ડાવાળી ફિલ્મો બનાવતો નથી. હું હકીકતોને લઈને ચાલું છું. સમાજને ખોટો બતાવતી ફિલ્મો ન બનાવી શકું. આ ફિલ્મ એક રાજકારણી અને ગામડાની ગરીબ છોકરીની લવ સ્ટોરી છે. આ એક શુદ્ધ પ્રેમ કથા છે, જે મણિપુરની હિંસામાંથી પસાર થાય છે. આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે.”
અમિત રાવને અગાઉ પણ ફિલ્મની ઓફર મળી હતી અભિનેતા રાજકુમાર રાવનો મોટો ભાઈ અમિત રાવ ‘ધ ડાયરી ઑફ મણિપુર’ દ્વારા ડેબ્યૂ કરી રહ્યો છે. રંગભૂમિની દુનિયામાં તેમનું મોટું નામ છે. અમિત રાવે કહ્યું, “મને ઘણા સમયથી ફિલ્મોની ઓફર મળી રહી છે, પરંતુ મેં ક્યારેય ફિલ્મોમાં અભિનયને ગંભીરતાથી લીધો નથી. મને લાગે છે કે બોલિવૂડમાં મારા ડેબ્યૂ માટે આ સારો સમય છે.’ તમને જણાવી દઈએ કે લોકપ્રિય યોગ ટીચર માનસી ગુલાટી પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે.