4 કલાક પેહલા
- કૉપી લિંક
રિતિક રોશને 20 ડિસેમ્બર, 2000ના રોજ સુઝૈન ખાન સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં, અભિનેતાના પિતા અને ડિરેક્ટર રાકેશ રોશને તેમના છૂટાછેડા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભલે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ સુઝૈન હજુ પણ અમારા પરિવારનો એક ભાગ છે.
યુટ્યુબ ચેનલ યુવા સાથેની વાતચીત દરમિયાન રાકેશ રોશને કહ્યું, ‘રિતિક અને સુઝૈન વચ્ચે જે કંઈ થયું તે માત્ર તેમની વચ્ચે જ રહેશે. પરંતુ સુઝૈન હંમેશા મારા માટે સુઝૈન જ રહેશે. તેઓ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને જો કોઈ ગેરસમજ હોય તો તેને ઉકેલવાની જવાબદારી તેમના પર હતી. તે અમારા માટે અમારા ઘરે આવી હતી અને હજુ પણ અમારા પરિવારનો એક ભાગ છે.’
રાકેશ રોશને વધુમાં કહ્યું કે, ‘રિતિક અને મારી પુત્રી મારાથી થોડા ડરે છે. મને ખબર નથી, કદાચ કારણ કે હું શિસ્તબદ્ધ વ્યક્તિ છું. હું ગુસ્સો કરનાર વ્યક્તિ નથી, કે હું કોઈને ઠપકો આપનાર નથી, પરંતુ હું ખૂબ જ શિસ્તબદ્ધ છું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે રિતિક અને હું મિત્રો જેવા છીએ અને અમે ખૂલીને વાત કરીએ છીએ.’
2014માં રિતિક અને સુઝૈનના છૂટાછેડા થઈ ગયા હતા
12 વર્ષની ઉંમરથી રિતિક પાડોશમાં રહેતી સુઝૈન ખાનને પસંદ કરતો હતો. સુઝૈન અભિનેતા સંજય ખાનની પુત્રી છે. બંનેએ 20 ડિસેમ્બર, 2000ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ ઋહાનનો જન્મ 2006માં થયો હતો અને ઋધાનનો જન્મ 2008માં થયો હતો. પરંતુ 13 ડિસેમ્બર, 2013ના રોજ બંનેએ 17 વર્ષના સંબંધોનો અંત આણ્યો હતો. રિતિક રોશન અને સુઝૈન ખાને 2014માં છૂટાછેડા લીધા હતા.
રિતિક તેના કરતા 12 વર્ષ નાની સબાને ડેટ કરી રહ્યો છે આ દિવસોમાં હૃતિક રોશન તેના કરતા 12 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તેમના સંબંધોને લગભગ બે વર્ષ થઈ ગયા છે. બંને પહેલીવાર ત્યારે જોવા મળ્યા હતા જ્યારે તેઓ એક રેસ્ટોરન્ટમાં સાથે ડિનર કરવા ગયા હતા. ત્યારથી તેમના ડેટિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી.
બાદમાં, જ્યારે તેઓ એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા ત્યારે બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી. સબા રિતિકના ફેમિલી ફંક્શનમાં પણ ઘણી વખત જોવા મળી છે. બંનેએ દુબઈમાં સાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ કર્યું હતું.