7 કલાક પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસના તહેવારમાં ફેન્સને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. આ ખાસ અવસર પર તેણે પહેલીવાર જાહેરમાં દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ જોવા મળી હતી. ક્રિસમસના અવસર પર ચાહકો માટે આ કોઈ ગિફ્ટથી ઓછું નથી. રાહાની તસવીર સામે આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. રાહાને તેના જન્મથી જ જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા.
સોમવારે કપલ કપૂર પરિવારના વાર્ષિક ક્રિસમસ લંચમાં પહોંચ્યું હતું. અહીં રણબીર અને આલિયાએ પહેલીવાર મીડિયા સામે દીકરી રાહા સાથે પોઝ આપ્યો હતો. બંનેનો તેમની દીકરી સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે આલિયા ફૂલોના શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે. તેણે સાંતાની કેપ સાથે હેર બેન્ડ પણ પહેર્યું છે. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
રણબીરે પહેલા પેપ્સને જાણ કરી
સોમવારે લંચ માટે પહોંચેલા રણબીર કારમાંથી નીચે ઊતર્યો અને પહેલા ફોટોગ્રાફરને જાણ કરી કે તે રાહાને પોઝ આપવા માટે લાવી રહ્યો છે. આ પછી તે અને આલિયા તેમની પુત્રી સાથે પોઝ આપવા માટે પેપ્સની સામે આવ્યાં હતાં.
આ દરમિયાન એક વર્ષની રાહાએ પણ પોતાનાં માતા-પિતાના ગાલ પર હાથ રાખીને ક્યૂટ પોઝ આપ્યો હતો
રાહાને જોઈને પેપ્સ ઉત્સાહિત થઈ ગયા
રાહાને જોઈને પેપ્સ પણ ઉત્સાહિત થઈ ગયા. તેમણે રાહાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન રાહાએ તેનાં માતા-પિતા સાથે ક્યૂટ પોઝ પણ આપ્યા હતા. રાહા સફેદ અને ગુલાબી ડ્રેસ સાથે લાલ વેલ્વેટ શૂઝ પહેરેલી જોવા મળી હતી. તે બેબી સાંતા જેવી દેખાતી હતી. આ પ્રસંગે આલિયા ફ્લોરલ બેક ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે રણબીર બ્લેક જેકેટ અને ડાર્ક જીન્સમાં જોવા મળ્યો હતો
પિતા રણબીરના ખોળામાં રહી.
રાહાને જોઈને ચાહકોને રિશી કપૂર યાદ આવી ગયા
રાહાને સોશિયલ મીડિયા પર જોયા બાદ ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહે છે કે રાહા તેના દાદા અને રણબીરના પિતા રિશી કપૂર જેવી લાગે છે તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે રાહા રણબીરના દાદા રાજ કપૂર જેવી લાગે છે.
માત્ર ચાહકો જ નહીં, ઘણા સેલેબ્સ પણ રાહાની ક્યૂટનેસના પ્રેમમાં પડ્યા છે.
રણબીર અને આલિયાનાં લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયાં હતાં. તેમની પુત્રી રાહાનો જન્મ 6 નવેમ્બરે થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ કપલે ન તો રાહાનો કોઈ ફોટો શેર કર્યો અને ન તો એને મંજૂરી આપી.
જ્યારે રણબીર કપૂર બ્લેક જીન્સ અને ડેનિમ જેકેટમાં જોવા મળે છે. રાહાના લુકની વાત કરવામાં આવે તો તે સફેદ ડ્રેસમાં જોવા મળે છે. તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
રાહા સાથે આલિયા અને રણબીરનું ક્યૂટ બોન્ડ જોવા જેવું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહા એક વર્ષની થઈ ચૂકી છે. આલિયાએ ગત વર્ષે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. કપલે 14 એપ્રિલ, 2022ના રોજ લગ્ન કર્યા અને એક્ટ્રેસે 27 જૂન, 2022ના રોજ તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.