30 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પિતા ઋષિ કપૂર સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. રણબીરને એ દિવસ પણ યાદ છે જ્યારે ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે ઋષિ કપૂરનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. આ સત્ય જાણીને તેને પેનિક એટેક આવ્યો હતો. તે જ સમયે, રણબીર ઋષિ કપૂરના મૃત્યુ પછી રડ્યો ન હતો, ન તો તેણે તેના પિતાની ગેરહાજરી અનુભવી હતી.
નોંધનીય છે કે, ઋષિ કપૂરનું 30 એપ્રિલ, 2022ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું.
પિતા ઋષિ કપૂર સાથે રણબીર કપૂર
પિતાના મૃત્યુ પર રણબીર રડ્યો ન હતો
નિખિલ કામથ સાથે વાત કરતા રણબીરે કહ્યું,’મેં ઘણા સમય પહેલા જ રડવાનું બંધ કરી દીધું હતું. પિતાના મૃત્યુ પછી પણ હું રડ્યો નહોતો. એક દિવસ જ્યારે હું રાત્રે હોસ્પિટલમાં હતો ત્યારે ડૉક્ટરે કહ્યું- આ તેમની(ઋષિ કપૂરની) અંતિમ રાત્રી છે. તેઓ ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે.’ મને યાદ છે કે રૂમમાં પ્રવેશ્યા પછી મને ગભરાટ ભર્યો હુમલો થયો હતો. હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરું તે સમજાતું ન હતું. તે સમયે ઘણું બધું ચાલી રહ્યું હતું જેને મેનેજ કરવું પડ્યું હતું. પરંતુ મને નહોતું લાગતું કે તે વખતે હું શોકમાં હોઉ કે,તેમની ખોટ અનુભવતો હોઉ.
‘એક દિવસ પિતા મારી પાસે આવ્યા અને રડવા લાગ્યા…’
રણબીરે આગળ કહ્યું, ‘જ્યારે પિતાની ન્યૂયોર્કમાં સારવાર ચાલી રહી હતી ત્યારે અમે એક વર્ષ સુધી સાથે સમય વિતાવ્યો હતો. તેઓ ઘણીવાર આ વિશે વાત કરતા હતા. હું ત્યારે 45 દિવસ હતો. એક દિવસ તે આવીને રડવા લાગ્યા. તેમણે મારી સામે ક્યારેય આવી નબળાઈ દર્શાવી નહોતી. આ બધી બાબત મારા માટે ખૂબ જ વિચિત્ર હતી. મને ખબર નહતી પડતી કે મારે તેમને પકડી રાખવા જોઈએ કે ગળે લગાવવા જોઈએ. મને ખરેખર તેમનાથી અંતર અનુભવાયું.
હું મારી જાતને દોષિત માનું છું કે હું અમારી વચ્ચેનું અંતર ઘટાડી શક્યો નહીં. ન તો હું તેમને ગળે લગાવી શક્યો અને થોડો પ્રેમ આપી શક્યો.
રણબીર કપૂર
રણબીરે આગળ કહ્યું, ‘તમારો ઉછેર એવી રીતે થયો હોય છે જ્યાં તમને જવાબદારીનો અહેસાસ કરાવવામાં આવે છે. મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. મારી માતા, બહેન, પત્ની, પુત્રી છે અને મારા પિતાનું અવસાન થયું છે. શું હું મારી નબળાઈ બતાવી શકું? મને ખબર નથી કે તે શું હતું, પરંતુ હું તે બતાવવા માંગતો નહોતો.’