57 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયાની કોમેન્ટ બાદ એક વિવાદનો વંટોળ સર્જાયો છે. હાલ રણવીર અલ્હાબાદિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ તેમની છબી ખરડાઈ છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યા પણ સતત ઘટી રહી છે. એટલુ જ નહીં, રણવીર અલ્હાબાદિયાને પોતાના પર્સનલ જીવનમાં બહુ મોટું નુકસાન થયું છે. ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના વિવાદ પછી,રણવીર અલ્હાબાદિયાની ગર્લફ્રેન્ડ નિક્કી શર્માની એક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટે તેમના બ્રેકઅપની અટકળો વધારી છે.
રણવીર અલ્હાબાદિયાને રૂમર્ડ ગર્લફ્રેન્ડે અનફોલો કરી દીધો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ વિવાદ પછી રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિક્કી શર્માએ રણવીર અલ્હાબાદિયાને અનફોલો કરી દીધો છે. નિક્કી શર્માએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘નકારાત્મક ઉર્જાને નકારવા’ વિશે એક ક્રિપ્ટિક પોસ્ટ લખી. જેનાં કારણે સોશિયલ મીડિયા પર એક અફવા છે કે રણવીર અલ્હાબાદિયા અને નિક્કી શર્માના રિલેશનશિપનો અંત આવ્યો છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/gn0eli6nikki-sharma625x30012february25_1739424829.jpg)
નિક્કી શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, સાચા લોકો તમને જોવામાં, સાંભળવામાં, પ્રેમ કરવામાં ખાસ અનુભવ કરાવે છે.’ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ વિવાદ પછી, રણવીર પોડકાસ્ટની સાથે ઘણી બ્રાન્ડ ડિલ્સ પણ કરે છે. પરંતુ હવે તેની છબી ખરડાયા પછી, રણવીરને તે ડિલ્સ પર અસર પડી શકે છે.રણવીરે સ્પોટીફાઇ, એમેઝોન પ્રાઇમ અને ઇન્ટેલ જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે ડિલ કરી છે. વીડિયો વાઈરલ થયા બાદ રણવીરે સોશિયલ મીડિયા પર માફી માગી હતી પરંતુ વિવાદને જોતાં એવું લાગતું નથી કે જનતા રણવીર અલ્હાબાદિયાને માફ કરવાના મૂડમાં છે.
શું છે આખો મામલો? ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહાબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રધાનમંત્રી મોદીએ ભારતના કેટલાક ડિજિટલ ક્રિએટર્સને ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ આપીને સન્માનિત કર્યા હતા. તેમાં રણવીર અલ્લાહાબાદિયાનો પણ સમાવેશ થતો હતો.
![ગયા વર્ષે રણવીર અલ્લાહાબાદિયાને પ્રધાનમંત્રી મોદીના હસ્તે ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ મળ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/13/beer-biceps1739180574_1739424940.jpg)
ગયા વર્ષે રણવીર અલ્લાહાબાદિયાને પ્રધાનમંત્રી મોદીના હસ્તે ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ મળ્યો હતો.