2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે બુધવારે સવારે રણવીર સિંહ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. રણવીર તેના ચહેરા પર માસ્ક સાથે વિન્ટર આઉટફિટ પહેરેલો જોવા મળ્યો હતો. રણવીરના આ લુકને જોઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, કદાચ રણવીર તેની આગામી ફિલ્મ ‘ડોન 3’નો લુક જાહેર કરવા નથી માગતો. લોકોનું કહેવું છે કે રણવીરે પોતાનો લુક છુપાવવા માટે માસ્કનો સહારો લીધો હતો.
‘ડોન 3’માં રણવીરની કાસ્ટિંગથી ફેન્સ બહુ ખુશ નહોતા. પરંતુ હવે લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાન અખ્તર કરશે. આ ફિલ્મમાં રણવીરની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનનો પહેલો ભાગ 2006માં આવ્યો હતો અને તેમાં શાહરુખ ખાન સાથે પ્રિયંકા ચોપરા, અર્જુન રામપાલ અને કરીના કપૂર ખાન જોવા મળ્યા હતા. ‘ડોન 2’ ની સિક્વલ 2011 માં રિલીઝ થઈ હતી. આ વખતે શાહરુખ ખાનની જગ્યાએ રણવીર સિંહ નવો ડોન હશે.
રણવીર સિંહનો એરપોર્ટ લુક
રણવીર આદિત્ય ધરની ‘શક્તિમાન’માં પણ જોવા મળી શકે છે. હાલમાં જ એક્ટર મુકેશ ખન્નાએ રણવીરના શક્તિમાન બનવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે. રણવીર છેલ્લે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો.