3 કલાક પેહલા
- કૉપી લિંક
‘એનિમલ’ ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેમના કો-એક્ટર વિજય દેવરાકોંડા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ વિજયને તેમના જીવનનો ખૂબ જ અંગત વ્યક્તિ ગણાવ્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, ‘પોતે જીવનમાં જે પણ કરે છે તે પહેલા વિજયની સલાહ લે છે.’

રશ્મિકા અને વિજય પહેલીવાર ફિલ્મ ‘ગીતા-ગોવિંદમ’ના સેટ પર મળ્યા હતા
‘આજે હું જે કંઈ છું તે વિજુના કારણે છું’: રશ્મિકા
We Are Yuvaને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે રશ્મિકાને વિજય સાથેના તેમના બોન્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસે કહ્યું, ‘વિજુ અને હું એક રીતે સાથે મોટા થયા છીએ. તેથી આજે હું મારા જીવનમાં જે કંઈ પણ કરી રહી છું તેમાં તેમનો ફાળો છે. હું જે પણ કરું… દરેક બાબતમાં હું તેમની પાસે સલાહ લેવા માટે જાઉં છું. મને તેમની સલાહની જરૂર છે અને તે એવી વ્યક્તિ નથી કે જે ફક્ત ‘હા’ કહે.’
‘હું વિજયને સૌથી વધુ માન આપું છું’
રશ્મિકાએ વધુમાં કહ્યું, ‘વિજય હંમેશા એ વાત પર હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે. મારી અત્યાર સુધીની જિંદગીમાં મને સૌથી વધુ ટેકો વિજયનો જ મળ્યો છે. મને લાગે છે કે વિજય એ જ છે જેને હું સૌથી વધુ માન આપું છું.’

બંને હાલમાં વિયેતનામના પ્રવાસે હતા. જો કે બંનેએ એક સાથે કોઈ ફોટો શેર કર્યો નથી
રિલેશનશિપની ચર્ચા ચારેકોર
જો રિપોર્ટ્સનું માનવામાં આવેતો વિજય અને રશ્મિકા એકબીજા સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર વેકેશન પર જાય છે. બંને હાલમાં જ વિયેતનામ ટ્રીપ પર સાથે ગયા હોવાની ચર્ચા હતી. ગત વર્ષે બંનેએ સાથે દિવાળી મનાવી હતી અને હાલમાં જ રશ્મિકા વિજયની હૂડીમાં પણ જોવા મળી હતી. જો કે, બંનેએ હંમેશા એકબીજાને ખૂબ સારા મિત્રો ગણાવ્યા છે.

તાજેતરમાં એવી પણ ચર્ચા વહેતી થઈ હતી કે વિજય અને રશ્મિકા આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરવાના છે
બંનેએ સાથે બે ફિલ્મો કરી છે
2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’માં વિજય અને રશ્મિકા પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ પછી બંનેએ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડિયર કોમરેડ’માં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પરથી એવી પણ ખબરો આવી હતી કે, બંને રિલેશનશિપમાં છે. જોકે બંને કલાકારોએ આ વિશે ક્યારેય ખૂલીને વાત કરી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, રશ્મિકાની અગાઉની ફિલ્મ ‘એનિમલ’ હતી જેણે ગ્લોબલ માર્કેટમાં 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેમની આગામી ફિલ્મો ‘પુષ્પા 2’, ‘છાવા’, ‘રેનબો’ અને ‘ધ ગર્લફ્રેન્ડ’ છે.