મુંબઈ39 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ રવિના ટંડન સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. રવિના પર ગઈકાલે એટલે કે શનિવારે રાત્રે દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાનો સનસનાટી ભર્યો આરોપ છે. પીડિતાએ દાવો કર્યો છે કે મુંબઈના બાંદ્રામાં રિઝવી લો કોલેજ પાસે રવિનાની કારથી એક મહિલા ઘાયલ થઈ હતી.
આ પછી રવિનાનો ડ્રાઈવર કારમાંથી બહાર આવ્યો અને મહિલાના પરિવારના સભ્યો સાથે દલીલ કરવા લાગ્યો હતો. પીડિતાનું કહેવું છે કે, દલીલ બાદ ડ્રાઈવરે મારામારી શરૂ કરી દીધી હતી. આ પછી રવિના પણ કારમાંથી નીચે ઉતરી અને તેમની સાથે મારપીટ કરવા લાગી હતી.
એક્ટ્રેસ રવિના ટંડનનો આ વીડિયો સામે આવ્યો છે
દાવો- રવિના કારમાંથી બહાર નીકળી અને તેની સાથે મારપીટ કરી
પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું કહેવું છે કે પોલીસ તેના પર કાર્યવાહી કરવામાં કડકતા દાખવતી નથી. ઈજાગ્રસ્ત મહિલાની ઉંમર 70 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વૃદ્ધ મહિલાના પુત્ર મોહમ્મદે કહ્યું- અમે અમારી દીકરીનો સંબંધ નક્કી કરવા ક્યાંક બહાર ગયા હતા. રવિનાની કાર રસ્તામાં રિઝવી લો કોલેજ પાસે ઉભી હતી. અમે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે કાર થોડી રિવર્સ થઇ હતી.
આ કારણે મારી માતાને જોરદાર ટક્કર લાગી હતી. અમે વાંધો ઉઠાવ્યો તો ડ્રાઈવરે બકવાસ શરૂ કર્યો. કારમાં રવિના ટંડન પણ હાજર હતી. તે પણ કારમાંથી બહાર આવી અને અમારી સાથે દલીલ કરવા લાગી. તે નશામાં હતી અને મારી માતાને મારવા લાગી હતી.
પીડિતાના પુત્ર મોહમ્મદે ભાસ્કર સાથે વાત કરી હતી
રવિનાના પતિ અનિલ થડાની મામલો ઉકેલવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
આ ઘટના બાદ રવિના ટંડન તરત જ સ્થળ છોડીને ચાલી ગઈ હતી. પીડિતાના પરિવારજનો તાત્કાલિક ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. રવિના ટંડનના પતિ અને પ્રખ્યાત વિતરક અનિલ થડાની પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે પીડિતાના પરિવાર સાથે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાનો પરિવાર કેસ નોંધ્યા વગર કોઈ વાત માનવા માટે તૈયર નહોતા.
રવીનાએ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા
ઇનપુટ- મોહસીન શેખ