13 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેતા અને સાંસદ રવિ કિશને ‘પઠાન’ના ગીત બેશરમ રંગ પર પ્રતિક્રિયા આપી છે. રવિ કિશને કહ્યું કે સિનેમાએ સિનેમાની જેમ કામ કરવું જોઈએ. ગીતો અભદ્ર ન હોવાં જોઈએ. રવિ કિશને તેનાં કેટલાક જૂનાં ગીતો વિશે પણ વાત કરી હતી. રવિએ કહ્યું કે તેણે પણ શરૂઆતના તબક્કામાં કેટલાક ગીતો કર્યા હતા, જે કદાચ યોગ્ય નહોતા. નિર્માતાઓની માગને કારણે તેણે આવા ગીતો કરવા પડ્યા. રવિ કહે છે કે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેની પાસે સ્ક્રિપ્ટ્સ વાંચવાનો સમય નહોતો, તેની પાસે ગીતોના લિરિક્સ વાંચવાનો સમય નહોતો. કદાચ આ જ કારણે તેણે આવી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું, જેના કારણે તે આજે પણ ટ્રોલ થાય છે.
‘વિચાર્યા વગર કોઈપણ ફિલ્મમાં કામ કરતો હતો’
વાસ્તવમાં, રવિ કિશનને પૂછવામાં આવ્યું હતું કે, તેમની પાર્ટીના કેટલાક નેતાઓએ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના ગીત ‘બેશરમ રંગ…’ પર ખૂબ જ તીખી ટિપ્પણી કરી હતી. પરંતુ તેમની જ પાર્ટીના નેતાઓ જેમ કે મનોજ તિવારી, નિરહુઆ અને રવિ કિશન પોતે આવા ગીતો ગાયાં છે, જે વાંધાજનકની સિરીઝમાં આવી શકે છે.
નગમા અને રવિ કિશનને દર્શાવતું આ ગીત આજે પણ ચર્ચામાં છે.
ટેલિવિઝનના લોકોને ટીઆરપી જોઈએ છે, તેથી જ તેઓ આવાં ગીતો વગાડે છે.
આજે પણ ઘણા ટેલિવિઝન લોકો રવિ કિશનની એન્ટ્રી વખતે આવા ગીતો વગાડે છે. તેના પર રવિ કિશને કહ્યું- ‘હું ટેલિવિઝનના લોકોને આવું કરવાની મનાઈ કરું છું. જોકે, ટીઆરપીમાં રહેવા માટે તેમને આ કરવું પડે છે. માર્કેટિંગ ટીમ ઈચ્છે છે કે, વિવાદ થવો જોઈએ, જેનાથી ચેનલને ફાયદો થાય.
રવિ કિશન માત્ર ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર નથી, પરંતુ તેણે ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ભારતની સંસદમાં ત્રણ ભોજપુરી સુપરસ્ટાર
રવિ કિશન અને મનોજ તિવારી બંને ભાજપના સાંસદ છે. જ્યારે રવિ કિશન યુપીના ગોરખપુરથી સાંસદ છે, જ્યારે મનોજ ઉત્તર પૂર્વ દિલ્હી સંસદીય મતવિસ્તારમાંથી સતત બે વખત સાંસદ છે. આ બંને ઘણીવાર સાથે પ્રચાર કરતા જોવા મળે છે.
આ ત્રણેય કલાકારો એક સમયે ભોજપુરી ફિલ્મોમાં સાથે કામ કરતા હતા, આજે ત્રણેય સંસદમાં સાથે બેઠા છે.
આ બંને સિવાય અન્ય ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ પણ આઝમગઢના સાંસદ છે. તેમણે 2022ની પેટાચૂંટણીમાં અખિલેશ યાદવે ખાલી કરેલી સીટ પર જીત મેળવી હતી.