35 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ પોલીસે ફેમસ ડિરેક્ટર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. હવે આ મામલે સોમવારે રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ (RDEPL) દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સમાચાર ખોટા છે. RDEPL ને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે તપાસ એજન્સીને સહકાર આપીશું અને જ્યારે જરૂર પડશે ત્યારે તમામ દસ્તાવેજો રજૂ કરીશું.
કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે વીર ગોવિંદમ નવરોત્તમ વતી મીરા રોડ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે, જેમાં RDEPL સહિત સાત લોકોના નામ સામેલ છે. આ સિવાય ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં તેને કહ્યું છે કે પોલીસ તેની ફરિયાદ પર કાર્યવાહી કરી રહી નથી.
કંપનીએ વધુમાં કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે RDEPL અને તેના ડિરેક્ટર્સ (રેમો અને લિઝલ)ને 11.96 કરોડ રૂપિયાની આ છેતરપિંડી સાથે કોઈ લેવાદેવા નથી. આ આરોપો મુખ્યત્વે ઓમપ્રકાશ ચૌહાણ પર લગાવવામાં આવ્યા છે, જેઓ એ જ ડાન્સ ગ્રુપ (VUnbeatable) ના સહ-સ્થાપક છે, જેણે ગ્રુપ મેનેજર મહેશ અને અન્યો સામે ગુનો નોંધવા માટે યોગ્ય નિર્દેશો મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે . આ મામલો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
રેમો ડિસોઝાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી કે હું તમને આ રીતે મળીશ. પરંતુ અમારે કંઈક સ્પષ્ટ કરવું છે. તમે જે સાંભળ્યું તે એકતરફી હતું. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આરોપો સાથે લીઝલ અને મારે કોઈ લેવાદેવા નથી.
મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 26 વર્ષની પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર, ડાન્સર અને તેના જૂથે 2018 થી જુલાઈ 2024 વચ્ચે છેતરપિંડી કરી હતી.
આ ગ્રુપે એક રિયાલિટી શોમાં પરફોર્મ કરીને જીત મેળવી હતી. ફરિયાદીનું કહેવું છે કે રેમો અને અન્ય આરોપીઓએ એવું બહાનું કર્યું કે જૂથ તેમનું છે અને તેમના દ્વારા જીતેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામની રકમ હડપ કરી લીધી.
આ કેસમાં પોલીસે રેમો ડિસોઝા, તેની પત્ની લિઝલ ડિસોઝા, ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, રમેશ ગુપ્તા અને અન્ય એક વ્યક્તિના નામ પર કેસ નોંધ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
,
આ સમાચાર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
રેમો, પત્ની લિઝેલ સહિત 5 લોકો 12 કરોડના કૌભાંડમાં ફસાયા:ડાન્સ ગ્રુપનો આરોપ – શોમાં જીતેલી ઈનામની રકમ ચાઉં કરી
મુંબઈ પોલીસે ફેમસ ડિરેક્ટર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. થાણે પોલીસે જણાવ્યું કે, ગયા શનિવારે એક ડાન્સ ગ્રુપે આ ફરિયાદ નોંધાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…