42 મિનિટ પેહલા
- કૉપી લિંક
MTV રોડીઝની નવી સીઝન 11 જાન્યુઆરીથી ઓન-એર થઈ છે. તાજેતરમાં, શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં ગેંગ લીડર રિયા ચક્રવર્તી ગેંગ લીડર નેહા ધૂપિયા સાથે લડતી દેખાઈ હતી.
જુઓ વિડિયો…
રિયાએ નેહાને મોઢા પર ગાળ આપી
આ બધું એક ટાસ્ક દરમિયાન થયું હતું. રિયાએ તેની વાતમાં નેહાનો ઉલ્લેખ કર્યો. એક એપિસોડ દરમિયાન, તેણે નેહાને ‘બડી કમીની હૈ તૂ’ એવું કહ્યું હતું. નેહાએ તેને વળતો પ્રહાર કરતાં કહ્યું કે ‘મોઢું સંભાળીને વાત કર’. જોકે, બંને વચ્ચેની વાતચીત પછી વાતાવરણ ગરમ થઈ ગયું. પ્રેક્ષકોની સાથે, બાકીના ગેંગ લીડર્સ પણ જોતા રહી ગયા.
નેહાએ શોમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
આ પહેલીવાર નથી કે ગેંગ લીડર તરફથી આવું રિએક્શન સામે આવ્યું હોય. આ પહેલા નેહા ધૂપિયા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી હતી. તેણે એક કન્ટેસ્ટન્ટને તેની ગર્લફ્રેન્ડને થપ્પડ મારવા બદલ ઠપકો આપ્યો હતો. જ્યારે છોકરાની ગર્લફ્રેન્ડે તેની સાથે ઘણી વખત છેતરપિંડી કરી હતી. આના પર નેહાએ કહ્યું હતું- તો શું, એ તેની પંસદગી છે….જેના પર બહુ મીમ્સ પણ બન્યા હતા અને આ વાત પર એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવી હતી. નેહાએ સોશિયલ મીડિયા દ્વારા આ નિવેદનનો ખુલાસો કરવો પડ્યો હતો. નેહાએ કહ્યું હતું કે તેણે હિંસાની નિંદા કરી હતી. કોઈને છેતરવાનું સમર્થન કર્યું નથી.
MTV રોડીઝની નવી સીઝન રણવિજય સિંહ હોસ્ટ કરી રહ્યા છે. ગેંગના લીડરમાં નેહા ધૂપિયા, પ્રિન્સ નરુલા, રિયા ચક્રવર્તી અને એલ્વિશ યાદવનો સમાવેશ થાય છે.