23 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફઝલ માતા-પિતા બની ગયા છે. રિચાએ 16 જુલાઈના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. દંપતીએ એક નિવેદન દ્વારા તેમની પુત્રીના જન્મની જાહેરાત કરી છે.
રિચા અને અલીએ તેમના નિવેદનમાં કહ્યું, ‘અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારી બાળકીનો જન્મ 16 જુલાઈએ થયો છે. નાના દેવદૂતના આગમનથી અમારો પરિવાર ખુશ છે. ચાહકો અને શુભેચ્છકોની પ્રાર્થના માટે આભાર.
રિચાએ તાજેતરમાં જ બેબી બમ્પ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો
ફેબ્રુઆરીમાં સારા સમાચાર સાંભળવા મળ્યા
મહત્વનું છે કે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા હતા. અભિનેત્રીએ તેણીની ગર્ભાવસ્થા દરમિયાન શ્રેણી ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ના પ્રમોશનમાં ભાગ લીધો હતો, જોકે ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે.
રિપોર્ટ્સ અનુસાર, રિચા મેટરનિટી બ્રેક પૂરો થયા બાદ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે.
રિચાએ 2017માં કોર્ટ મેરેજ કર્યા બાદ 4 ઓક્ટોબર, 2022ના રોજ લખનૌમાં અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા.