59 મિનિટ પેહલા
- કૉપી લિંક
શર્મિન સહગલને સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ રિલીઝ થયા બાદથી ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. શર્મિને આ સિરીઝમાં ‘આલમઝેબ’નું પાત્ર ભજવ્યું છે. ખરેખર, રિચા ચઢ્ઢાએ એક પોસ્ટ શેર કરી હતી. શર્મિનને ટ્રોલ કરતી તેની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી હતી. જે બાદ રિચા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કોમેન્ટનો સ્ક્રીનશોટ લઈને એક લાંબી નોટ લખી છે.
‘છેલ્લા એક મહિનાથી, હું મારા કો-સ્ટાર વિશે કરવામાં આવેલી નકારાત્મક ટિપ્પણીઓને મારા કોમેન્ટ બોક્સમાંથી ડિલીટ કરી રહી છું. મિત્રો, ટીકા કરો પણ આટલી બધી નફરતથી નહી, કોઈના અભિનયને ન સ્વીકારવો એ ઠીક છે. તેને પસંદ ન કરવો તે તમારો અધિકાર છે. પરંતુ કૃપા કરીને આવી બકબક સાથે ટ્રોલ કરશો નહીં.’
રિચા ચઢ્ઢાએ આગળ લખ્યું, ‘હું જાણું છું કે કોઈ ટ્રેન્ડમાં જોડાવું સારું લાગે છે, પરંતુ અન્ય વ્યક્તિને ક્લિક બાઈટ બનાવીને? મને લાગે છે કે આપણે બધા આના કરતા વધુ સારું કરી શકીએ છીએ, આના કરતા વધુ સારા બની શકીએ છીએ. મહેરબાની કરીને બીજાઓ પ્રત્યે થોડા માયાળુ બનો. આ કોઈના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. હમણાં જ એક મોટી ચૂંટણી આવી છે, ગરમીનું મોજું ચાલી રહ્યું છે, દુનિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે. કૃપા કરીને આગળ વધો?’
શર્મિન સેહગલ, રિચા ચઢ્ઢા, મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, ફરદીન ખાન, ફરીદા જલાલ જેવા ઘણા કલાકારો સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સિરીઝમાં રિચાએ લજ્જોનું પાત્ર ભજવ્યું હતું. ‘હીરામંડી’ પછી રિચા હવે ‘મિર્ઝાપુર 3’ અને ‘મેટ્રો ઇન દિન’માં જોવા મળશે.