15 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના દિવંગત એક્ટર રિશી કપૂરે ઈન્ડસ્ટ્રીને 50 વર્ષ પૂરા કર્યા છે. તેમણે પોતાના કરિયરમાં 92 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રિશી કપૂરે ઇન્ડ્રસ્ટીમાં દાયકાઓ સુધી રાજ કર્યું છે. તેમણે ‘બોબી’ ફિલ્મથી લીડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ‘મેરા નામ જોકર’માં પોતાના પિતાના નાનપણની ભૂમિકા ભજવીને એક્ટિંગ કરિયર શરૂ કરનાર રિશી છેલ્લીવાર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ધ બૉડી’માં જોવા મળ્યાં હતાં. આજે આપણે તેમના જીવનની એક રસપ્રદ ઘટના વિશે વાત કરીશું. હકીકતમાં તો આ ઘટના વર્ષ 1975ની છે. જ્યારે રિશી ફિલ્મ ‘રફુ ચક્કર’નું શૂટિંગ કરી રહ્યા હતા.
આ ફિલ્મમાં રિશી કપૂર એક છોકરીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થઈ રહ્યું હતું. એક દિવસ શૂટિંગ દરમિયાન અભિનેતાને વોશરૂમ જવું પડ્યું. પરંતુ તે સમયે રિશી એક છોકરીના ગેટઅપમાં હતાં, તેથી તેઓ જેન્ટ્સ વૉશરૂમમાં જવામાં શરમાતો હતો. પરંતુ જ્યારે તેમની સહનશક્તિની હદ પુરી થઇ ગઈ ત્યારે તેઓને જેન્ટ્સ વૉશરૂમમાં જવાની ફરજ પડી હતી.
પરંતુ સૌથી મોટી વાત તો એ હતી કે, જ્યારે રિશી કપૂર વોશરૂમમાંથી બહાર આવ્યા તો ત્યાં ઉભેલા લોકો તેમને જોઈને ચોંકી ગયા હતા. આસપાસના લોકોને આ રીતે જોઈને રિશી કપૂર શરમમાં લાલચોળ થઈને ત્યાંથી નીકળી જાય છે. જ્યારે લોકોને ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ રિશી કપૂર છે, તો કોઈને પણ વિશ્વાસ થયો ન હતો.
રિશી કપૂરનું 30 એપ્રિલ, 2020ના રોજ 67 વર્ષની વયે અવસાન થયું હતું. રિશી કપૂરને 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર માટે તેઓ અમેરિકા ગયા હતાં. રિશી કપૂર હંમેશા તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રખ્યાત હતા. ભલે આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ લોકો આજે પણ તેમને યાદ કરે છે.
121 ફિલ્મોમાં કામ કર્યું
તેમની 50 વર્ષની લાંબી ફિલ્મ કરિયરમાં રિશીએ લગભગ 121 ફિલ્મોમાં કામ કર્યું. તેણે બાળ કલાકાર તરીકે રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ (1970) થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના રોલ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. અભિનેતા તરીકે તેમની ફિલ્મ ‘બોબી’ (1973) હતી જેમાં તે ડિમ્પલ કાપડિયા સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ (1974) મળ્યો હતો. તેમણે 1973-2000 સુધી 92 ફિલ્મ કરી હતી અને તેમાં રોમેન્ટિક હીરનો રોલ પ્લે કર્યો હતો. તેમણે સોલો લીડ એક્ટર તરીકે 51 ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ પોતાના સમયના ચોકલેટી હીરો હતાં. પત્ની નીતુ સાથે 12 ફિલ્મમાં કામ કર્યું હતું.
રિશી કપૂરની ઈમેજ રોમેન્ટિક હીરોની હતી. દર્શકોએ પણ તેમનો રોમેન્ટિક અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો. રિશીની 92 રોમેન્ટિક ફિલ્મોમાંથી 36 ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી. જેમાં ‘કર્ઝ’, ‘દીવાના’, ‘ચાંદની’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘પ્રેમ રોગ’, ‘હિના’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
નીતુ સાથે 12 ફિલ્મો
રિશી કપૂરની પત્ની નીતુ સાથેની રોમેન્ટિક જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. બંનેએ લગભગ 12 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જેમાં ‘ખેલ ખેલ મેં’ (1975), ‘કભી કભી’ (1976), ‘અમર અકબર એન્થોની’ (1977), ‘દુનિયા મેરી જેબ મેં’ (1979) અને ‘પતિ પત્ની ઔર વો’ (1978) (બંનેની મહેમાન ભૂમિકા)નો સમાવેશ થાય છે જ્યારે ‘ઝહેરીલા ઇન્સાન’ હિટ સાબિત થઈ હતી. (1974) , ‘ઝિંદા દિલ’ (1975), ‘દૂસરા આદમી’ (1977), ‘અંજાને મેં’ (1978), ‘જૂઠા કહીં કા’ (1979) અને ‘ધન દોલત’ (1980), ‘દો દૂની ચાર’ (2010), ‘બેશરમ’ (2013) ફ્લોપ રહી હતી.
રિશી કપૂરને એવોર્ડ મળ્યો
1970: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (બાળક)
1974 – ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
2008 – ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
2009 – રશિયન સરકાર તરફથી વિશેષ સન્માન
2011 – ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા વિવેચક પુરસ્કાર
2016 – સ્ક્રીન લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
2017 – ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર