6 કલાક પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરે હાલમાં જ તે ઘટનાને યાદ કરી છે જ્યારે તેમને તેમના પિતા રિશીકપૂરે માર માર્યો હતો. રણબીરે જણાવ્યું કે તે એકવાર ચપ્પલ પહેરીને આરકે સ્ટુડિયોના મંદિરે ગયો હતો. આ વખતે રિશી કપૂર ખૂબ ગુસ્સે થઈ ગયા અને રણબીરને માર માર્યો.
આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો જ્યારે રણબીરને તેના પિતાએ માર માર્યો હતો. રણબીરે કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે પિતા રિશી કપૂર ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા.
રણબીરે આ બધી વાતો કપિલ શર્મા શોના હાલના એપિસોડમાં કહી છે.
રિશી કપૂરે રણબીરને માત્ર એક જ વાર માર્યું
રણબીરે કહ્યું- મને એક જ વાર જોરથી માર પડ્યો હતો. આરકે સ્ટુડિયો ખાતે દિવાળી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પપ્પા ખૂબ ધાર્મિક હતા. હું કદાચ આઠ કે નવ વર્ષનો હતો અને ચપ્પલ ઉતાર્યા વગર જ મંદિરે ગયો હતો. આ જોઈને પિતાએ મને માર માર્યો હતો. રણબીરે જણાવ્યું કે આ પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે રિશી કપૂરે માર્યું હતું.
રણબીરે મજાકમાં કહ્યું કે તેમની માતા નીતુ પણ તેને મારતી હતી. ઘણી વખત મારવા માટે હેંગર્સનો પણ ઉપયોગ કર્યો હતો.
41 વર્ષીય રણબીરે 2020માં કેન્સરને કારણે તેના પિતા રિશી છત્રછાયા ગુમાવી હતી. થોડા સમય પહેલાં પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રણબીરે કહ્યું હતું કે રિશી કપૂરનું આ રીતે વિદાય થવું તેના માટે મોટી ખોટ છે. તેમણે કહ્યું હતું – વ્યક્તિના જીવનમાં સૌથી મુશ્કેલ ક્ષણ એ હોય છે જ્યારે તમે તમારા માતાપિતામાંથી એકને ગુમાવો છો.
રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેના કામને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી.
હાલ તો રણબીર આ દિવસોમાં નીતિશ તિવારીની ‘રામાયણ’ને કારણે ચર્ચામાં છે. અહેવાલો છે કે આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવીને માતા સીતાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી છે, જ્યારે કેજીએફ સ્ટાર યશને રાવણની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.