41 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ગઈકાલે એટલે કે મંગળવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. બર્થડે પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રો પણ સામેલ થયા હતા. રૂપાલી 5 એપ્રિલ, 2024 ના રોજ 47 વર્ષની થઈ. ગત 30 એપ્રિલે રાત્રે તેણે પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ‘અનુપમા’ના નિર્માતા રાજન શાહી સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.
જાણીતા ટેલિવિઝન અભિનેતા અર્જુન બિજલાણી પણ રૂપાલી ગાંગુલીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. શાહિર શેખ ઓલિવ ગ્રીન ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો. સુમ્બુલ તૌકીર ખાન પણ બ્લેક લેધરનો ડ્રેસ પહેરેલો જોવા મળ્યો હતો.
રૂપાલી ગાંગુલી પતિ અશ્વિન વર્મા અને પુત્ર સાથે જોવા મળી હતી.
રૂપાલી ગાંગુલીનો ફેમિલી ફોટો.
રૂપાલી ગાંગુલી તેના પતિ સાથે રોમેન્ટિક પોઝમાં.
રૂપાલી ગાંગુલી રણવીર અલ્લાહબડિયા સાથે.
‘અનુપમા’ની ટીમ સાથે રૂપાલી ગાંગુલી.