10 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહેલી જેકલિન ફર્નાન્ડિસે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે ઘણા લોકોએ તેને નાકની સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ઘણા લોકોએ તેને પાસપોર્ટમાં તેની ઉંમર ઘટાડવાનું પણ કહ્યું હતું.
કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બ્રુટ સાથેની વાતચીતમાં જેકલિન કહ્યું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે મારે નોઝ જોબ (નાકની સર્જરી) કરાવવી જોઈએ, પરંતુ આ ગાંડપણ છે કારણ કે જ્યારે હું અહીં આવી ત્યારે મને મારું નાક ખૂબ જ ગમતુ હતું. મેં ક્યારેય એવું વિચાર્યું નહતું કે આવું કંઈ થશે. શરૂઆતમાં, ઘણા લોકોએ મને કહ્યું કે મારે ખરેખર આ કરવું જોઈએ. આ જો માત્ર શારીરિક છે તો તે દુખની વાત છે.’
જેકલિન ફર્નાન્ડિસ મિસ શ્રીલંકા રહી ચૂકી છે
‘એક અભિનેતાએ ખોટી ઉંમર લખવાની સલાહ આપી હતી’
જેક્લિને આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે હું અહીં આવી ત્યારે હું ડરી ગઈ હતી કારણ કે એક એક્ટરે મને કહ્યું હતું કે તમે 30 વર્ષના થઈ રહ્યા છો. તે વર્ષે તે 30 વર્ષની થવાની હતી. હું તેને મારા જન્મદિવસ વિશે કહી રહી હતી, જે આવતા મહિને હતો. હું ખૂબ નર્વસ હતી. તેમણે મને કહ્યું, ‘ઓ માય ગોડ, તારી ઉંમર તારા પાસપોર્ટમાં બદલી નાખ.’ તેમણે મને પૂછ્યું, ‘શું તમે જાણો છો કે અહીં છોકરીઓને 30 વર્ષની ઉંમર પછી કામ નથી મળતું.’ આ સાંભળીને ખૂબ નિરાશા થઈ. પરંતુ મહિલાઓને અહીં દરેક ઉંમરે કામ મળી રહ્યું છે. મને લાગે છે કે આ એક મોટી વાત છે.’
નોંધનીય છે કે, તાજેતરમાં જ જેકલિન ફર્નાન્ડિસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી. પહેલા દિવસે તેણે ગોલ્ડન બોડી કોન ડ્રેસ પહેર્યો હતો, જ્યારે બીજા દિવસે તે સફેદ મીડી ડ્રેસમાં જોવા મળી હતી.
જુઓ જેકલિન ફર્નાન્ડિસનો કાનનો લુક-
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જેકલિન ફર્નાન્ડિસ ટૂંક સમયમાં મલ્ટી સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, લારા દત્તા, સુનીલ શેટ્ટી, દિશા પટણી, રાજપાલ યાદવ, પરેશ રાવલ મહત્ત્વની ભૂમિકામાં છે.