32 મિનિટ પેહલા
- કૉપી લિંક
હુમલા પછી બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનની પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક્ટર કામ પર પાછો ફર્યો છે. નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ ઇવેન્ટમાં તેણે હાજરી આપી હતી. જ્યાં એક્ટર આગામી ફિલ્મ “જ્વેલ થીફ: ધ હેઇસ્ટ બિગિન્સ”ના ટિઝર લોન્ચ માટે આવ્યો હતો.
સૈફ પર હુમલો શું પબ્લિસિટી સ્ટંટ હતો? ટિઝરનો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે અને લોકો હુમલાની સાથે ફિલ્મને જોડી રહ્યા છે. એવામાં હવે સવાલ થાય છે કે શું સૈફ અલી ખાન પર હુમલો કોઈ પબ્લિસિટી સ્ટંટ છે? ફિલ્મનો પ્લોટ ઘટના સાથે મેળ ખાય છે. ફિલ્મનું ટીઝર સમુદ્રમાં એક મોટા જહાજથી શરૂ થાય છે, જેમાં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત જોવા મળે છે. તે જ સમયે, બ્રેકગ્રાઉન્ડમાં એક અવાજ સંભળાય છે, ‘એવું શું છે જેના કારણે તમે આટલું મોટું જોખમ લેવા તૈયાર થયા?’ જવાબ છે ‘રેડ સન’, જે એક આફ્રિકન હીરો છે અને તેની કિંમત 500 કરોડ રૂપિયા છે. આ રીતે ફિલ્મમાં એક હીરાની ચોરી ખૂની ખેલમાં બદલાય જાય છે.
ગરદન પર પટ્ટી, હાથમાં પાટા સાથે સૈફ ઈવેન્ટમાં પહોંચ્યો છરીના હુમલા પછી જ્યારે સૈફ અલી ખાન પહેલીવાર કોઈ પબ્લિક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન, એક્ટરે ગરદન પર પટ્ટી અને હાથમાં પાટો બાંધ્યો હતો. ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદ અને કો-એક્ટર જયદીપ અહલાવતે પણ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
હુમલા પછી પણ સૈફે પોતાનું ટ્રેડમાર્ક સ્માઈ અને ફની અંદાજ જાળવી રાખ્યું અને આ પ્રોજેક્ટ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેણે કહ્યું, અહીં તમારી સામે ઊભા રહીને ખૂબ સારું લાગે છે. અહીં આવીને ખૂબ ખુશ છું. હું આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. સિદ્ધાર્થ અને હું ઘણા સમયથી આ વિશે વાત કરી રહ્યા છીએ. હું હંમેશાથી એક ચોરીની ફિલ્મ કરવા માગતો હતો અને આનાથી સારો કો-સ્ટાર ન મળી શકે. આટલું કહી તે જયદીપ અહલાવતના ખભા પર હાથ રાખે છે.
સિદ્ધાર્થ આનંદનું OTT પર ડેબ્યૂ સિદ્ધાર્થ અને મમતા આનંદ ફિલ્મ ‘જ્વેલ થીફ’થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ડેબ્યૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેણે કહ્યું, અમે માર્ફ્લિક્સમાં ધ જ્વેલ થીફ દ્વારા નેટફ્લિક્સ સાથે સ્ટ્રીમિંગ ડેબ્યૂ કરવા માટે તૈયાર છીએ. આ ફિલ્મ લવ, એક્શન, સસ્પેન્સની આસપાસ ફરે છે.
‘જ્વેલ થીફ’ સ્ટાર કાસ્ટ સિદ્ધાર્થ આનંદ દ્વારા ફિલ્મનું ડિરેક્શન કરવામાં આવ્યું છે, જેમણે ‘પઠાન’ અને ‘વોર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમાં જયદીપ અહલાવત અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. એક્ટ્રેસ નિકિતા દત્તા પણ તેમની સાથે છે. હાલમાં ફિલ્મની રિલીઝ તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
15 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો 15 જાન્યુઆરીની મોડી રાતે સૈફ અલી ખાન પર તેમના ઘરની અંદર છરી વડે હુમલો થયો હતો. આ ઘટના મુંબઈના ખારમાં ગુરુ શરણ એપાર્ટમેન્ટના 12મા માળે રાતે 2:30 વાગ્યે બની હતી. આ હુમલામાં એક્ટરને ગરદન, પીઠ, હાથ અને માથા સહિત 6 જગ્યાએ છરીના ઘા મારવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન છરીનો ટુકડો પણ કરોડરજ્જૂમાં ફસાઈ ગયો હતો. ઘાયલ સૈફને રાત્રે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.