24 મિનિટ પેહલા
- કૉપી લિંક
27 ડિસેમ્બર 1965 માં હિન્દી સિનેમાના જાણીતા લેખક સલીમ ખાનને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. તે પુત્રનું નામ ‘અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન’ હતું, જેને દુનિયા આજે સલમાન ખાન તરીકે ઓળખે છે. ઈન્દોરમાં જન્મેલા સલમાને પ્રારંભિક અભ્યાસ ગ્વાલિયરથી કર્યો હતો. પછી જ્યારે તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થયો ત્યારે તેણે સેન્ટ સ્ટેનિસ્લૉસ હાઈસ્કૂલ, બાંદ્રા, મુંબઈમાંથી આગળનો અભ્યાસ કર્યો.પિતાની ઈચ્છા હતી કે પોતાનું ક્રિકેટર બનવાનું અધૂરું સપનું દીકરો સલમાન પૂરું કરે પરંતુ સલમાનના ભાગ્યમાં કંઈક અલગ જ લખાયું હતું
લેખકે બનવાના સપનાથી લઈને બોલિવુડનો દબંગ બનવાની સફર સુધીમાં સલમાનના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, ન્યૂ કમરને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં તક આપી ઘણા અભિનેતા-અભિનેત્રીઓનો મસીહા બન્યો, તો બીજી તરફ અરિજિત સિંહ અને વિવેક ઓબરોય જેવા સ્ટાર્સનું કરિયર ખતમ કરી દેવાના આરોપ પણ લાગેલા છે.
કાળિયારના શિકારને લઈને બૉલીવુડના દબંગના નાકમાં લોરેન્સ ગેંગે દમ કરી રાખ્યો છે અને ભાઈજાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મર્ડરની મળતી ધમકીઓ વચ્ચે એક્ટરની એક્સ ગર્લફ્રેન્ડ સોમીએ અનેક ચોંકવનારા ખુલાસા કરતા કહ્યું કે, 90 ના દાયકામાં સલમાનના વન નાઈટ સ્ટેન્ડથી કંટાળી ગઈ હતી તે મારી સાથે મારપીટ કરતો હતો, તદુપરાંત જીયા ખાન કેસમાં પણ સુરજ પંચોલીનો સાથ આપવા માટે સલમાન પર આડકતરી રીતે ગંભીર આરોપ લગાવ્યા છે.
કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ‘કાળિયર કેસ’, ‘હિટ એન્ડ રન કેસ’, ‘એક્સ ગર્લફ્રેન્ડને એશ્વર્યાને માર મારવાના આરોપ’, ’ભર્યા માંડવે લગ્ન તૂટવા’, ‘દિગ્ગજ ડિરેકટર સુભાષ ઘઈ’ને થપ્પડ મારવા સહિત અનેક બહુચર્ચિત કોન્ટ્રોવર્સીથી ઘેરાયેલ સલમાનની લાઈફ જર્ની વિશે વાત કરીએ તો….
સૌ પહેલા વાત કરીએ કાળિયાર કેસ વિશે… ‘કાળિયાર કેસ’ બાબતે સલમાને શું કહ્યું હતું? સલમાને જણાવ્યું હતું કે, ‘વર્ષ 1998નો સમય હતો, જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગના પેક-અપ બાદ અમે બધા સૈફ, તબ્બુ, નીલમ, અમૃતા અને સોનાલી સાથે હતા. આ દરમિયાન અમે એક ઝાડીમાં ફસાયેલા હરણના બચ્ચાને જોયું. આખું ઝૂંડ ત્યાં હતું તેથી મેં કાર રોકી અને તે ડરી ગયું. અમને તેને ત્યાંથી બહાર કાઢ્યું અને થોડું પાણી પીવડાવ્યું. બાદમાં હરણ ભાગી ગયું. ‘મેં કાળિયારને નહોતું માર્યું, તે ભૂલ કોઈ બીજાની હતી, હું દુનિયાને કંઈ કહી નથી શકતો એનો અર્થ એ નથી કે હું ખોટો છું. મને મૌન રહેવું જ વધુ યોગ્ય લાગે છે.’
ડ્રાઈવરે કહ્યું- સલમાન ખાને હરણનો શિકાર કર્યો હતો ડ્રાઈવર દુલાનીએ પોલીસને જણાવ્યું હતું કે રાજશ્રી પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગને કારણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે અને અન્ય ઘણા મોટા કલાકારો જોધપુરના ‘ઉમેદ પેલેસ’માં રોકાયા છે.
1 ઓક્ટોબરની રાત્રે, તેની સાથે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે સ્થાનિક દુષ્યંત સિંહ સાથે હતા. તેઓ ત્યાં હરણના શિકાર માટે ગયા હતા અને સલમાને પણ બે હરણનો શિકાર કર્યો હતો. આ સાથે દુલાનીએ પોલીસને એ પણ જણાવ્યું કે આ પહેલા પણ 26 સપ્ટેમ્બર 1998 અને 27 સપ્ટેમ્બર 1998ની રાત્રે સલમાન ખાને બે અલગ-અલગ ચિંકારા હરણનો શિકાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, આ શિકાર બે અલગ-અલગ સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા, ઘોડા ફાર્મ હાઉસ અને ભવડ ગામ. બંને વખતે સલમાન ખાન સાથે અલગ-અલગ લોકો હતા, પરંતુ તે પોતે દરેક વખતે સલમાન ખાન સાથે હતો. 1 ઓક્ટોબર 1998ની રાત્રે કાંકાણીમાં બનેલી ઘટનાના બે પ્રત્યક્ષદર્શીઓ પણ પોલીસ સમક્ષ સામે આવ્યા હતા, જેઓ કહી રહ્યા હતા કે તે સલમાન ખાન જ તે રાત્રે જિપ્સીમાં બંદૂક લઈને બેઠો હતો.
‘કાળિયાર’નો શિકાર કર્યો અને શરુ થયો મર્ડરની ધમકીનો વિવાદ જોધપુર પાસે પશ્ચિમી થાર રણમાંથી બિશ્નોઇ સમાજ આવે છે અને પ્રકૃતિ સાથેના તેમના પ્રેમ માટે તેઓ જાણીતા છે. બિશ્નોઇ સમાજ કાળિયારની પૂજા કરે છે. 1998ની પહેલી અને બીજી ઓક્ટોબરે સલમાન ખાને આ વિસ્તારના ભવાડ અને મથાનિયા ગામની આસપાસ આવેલા જંગલમાં ચિંકારા અને કાળિયારનો શિકાર કર્યો હતો અને તેના બે સાક્ષી હતા. એક તો હતા પૂનમચંદ બિશ્નોઈ અને બીજા હતા છોગારામ બિશ્નોઈ. જોકે છોગારામ સતત બીમાર રહેવાને લીધે કોર્ટમાં પોતાની સાક્ષી આપી શક્યા ન હતા. પરંતુ પુનમચંદની સાક્ષીએ સલમાન ખાનની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં ખૂબ મદદ કરી હતી.
જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સલમાનને તાત્કાલિક જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને પછી તેને સુપ્રીમમાંથી જામીન મળ્યા હતા. કોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્ર તથા તબુ-નીલમને આ કેસમાં નિર્દોષ છોડ્યાં હતાં. હાલમાં આ કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે. બિશ્નોઇ સમાજ કાળિયારની પૂજા કરે છે અને આ જ કારણે ગેંગસ્ટર બિશ્નોઇએ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં સલમાનને Y+ સિક્યોરિટી આપવામાં આવી છે
હવે વાંચો સલમાનના બહુચર્ચિત અફેર વિશે…
સલમાન 19 વર્ષનો હતો ત્યારે તે શાહીન જાફરી સાથે હતો. તે સમયે લાલ રંગની સ્પોર્ટ્સ કાર ઘણીવાર સેન્ટ ઝેવિયર કોલેજની બહાર દેખાતી કારણકે શાહીન ત્યાં ભણતી હતી. સલમાનની દિવાનગી જોઇને તે ઈમ્પ્રેસ થઈ ગઈ. સલમાનના પરિવારને પણ શાહીન ગમતી હતી પરંતુ ત્યારે જ સંગીતા બિજલાની બંનેની વચ્ચે આવી ગઈ.
સલમાન અને શાહીન મુંબઈના એક હેલ્થ ક્લબમાં જતા હતા અને ત્યાં સંગીતા પણ આવતી હતી. આ દરમિયાન સંગીતા અને સલમાન બંને દોસ્ત બન્યા અને એકબીજાની નજીક આવી ગયા. શાહીનને કેથે પેસિફિક એરલાઈન્સમાં નોકરી મળી ગઈ હતી અને તે સલમાન ખાનથી દૂર જતી રહી. આ તરફ સલમાન સંગીતા સાથે લગ્ન કરવા ઉત્સુક હતો. બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ચૂક્યા હતા પરંતુ સંગીતાએ ના પાડી અને આ સંબંધ પૂરો થઇ ગયો.
પરંતુ બંનેના લગ્ન તૂટી ગયા. તેનું કારણ હતી 16 વર્ષની અભિનેત્રી સોમી અલી. સોમી અલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સોમી અલીએ જણાવ્યું કે તેના કારણે સંગીતા અને સલમાન ખાન અલગ થઈ ગયા હતા. આ ઘટના માટે તેણે અનેક વખત સંગીતા બિજલાનીની માફી પણ માંગી હતી. સોમી અલીએ એવું પણ જણાવ્યું કે તે સમયે તે નાની હતી અને તેને ખબર ન હતી કે તે શું કરી રહી છે. જ્યારે તેને પોતાની ભૂલનું ભાન થયું તો તેણે સંગીતા બિજલાનીની માફી પણ માંગી હતી પરંતુ ત્યાં સુધીમાં સંગીતા ક્રિકેટર અઝરૂદ્દીન સાથે લગ્ન કરી ચૂકી હતી.
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી હાલમાં લોરેન્સ ગેંગ તરફથી ભાઈજાનને ધમકીઓ મળી રહી આ વચ્ચે જ સોમી અલીના નિવેદનોએ ચર્ચાને વેગ આપ્યો છે. સોમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું – સલમાન ખાને કાળિયારને મારી નાખ્યું હતું, પરંતુ તેને ખબર નહોતી કે બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છે અને તેને ભગવાનની જેમ માને છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે સલમાનને આ વિશે ખબર ન હતી. હું આ જાણું છું, કારણ કે જ્યારે સલમાન જોધપુરથી પાછો આવી ત્યારે સલમાને મને આ વિશે જણાવ્યું હતું. એ સમયે હું તેની સાથે રિલેશનશિપમાં હતી. સોમીએ વધુમાં જણાવ્યું હતું કે સલમાને મને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી છે, તેના 8 જેટલા વન નાઈટ સ્ટેન્ડથી હું કંટાળી ગઈ હતી, અને તેના જીવનમાં ‘એશ’નામની છોકરી આવી અને અમારું બ્રેકઅપ થઇ ગયું.
એશ્વર્યાએ લગાવ્યો હતો સલમાન પર શારીરિક શોષણનો આરોપ 90ના દાયકામાં એશ્વર્યા રાય અને સલમાન ખાનની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી. 1999માં રીલિઝ થયેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ થી બંનેની નિકટતા વધી હતી. બંને પ્રેમમાં પડ્યા, પરંતુ ટૂંક સમયમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. ઐશ્વર્યા અન્ય કોઈ હીરો સાથે કામ કરે તો સલમાન સતત શંકા કરતો. આ બધાથી થાકીને ઐશ્વર્યાએ સલમાન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ વાતથી રોષે ભરાયેલો સલમાન દારૂના નશામાં ઐશ્વર્યાના ઘરે આવ્યો હતો. તેણે મોડી રાતથી સવાર સુધી દરવાજો ખખડાવ્યો હતો
કહેવાય છે કે, સલમાનના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સલમાને આ સમયે ઐશ્વર્યા સાથે મારપીટ કરી હતી અને ઐશ્વર્યાના પિતા ક્રિષ્નારાજ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઐશ્વર્યાએ સલમાન વિરુદ્ધ પોલીસ કેસ પણ કર્યો હતો. સલમાને ફિલ્મ ‘ચલતે ચલતે’ના સેટ પર જઈને તોડફોડ કરી હતી અને તેને કારણે એશને તે ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી અને રાની મુખર્જીને લેવામાં આવી હતી.
2002 હિટ એન્ડ રન કેસ આ કેસ વર્ષ 2002નો છે. જ્યારે બાંન્દ્રામાં સલમાન ખાને કાર અકસ્માતમાં 5 લોકોને કચડ્યાં હતા. જેમાં એકનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. બહુચર્ચિત આ કેસમાં ક્યારે શું થયું તે આવો જોઇએ. 28 સપ્ટેમ્બર 2002ના રોજ નશાની હાલતમાં સલમાને ફૂટપાથ પર સૂતેલા 5 લોકોને તેની લેન્ડ ક્રુઝર કારથી કચડી નાખ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું. તે સમયે સેશન્સ કોર્ટે હિટ એન્ડ રન કેસમાં સલમાનને 5 વર્ષની સજા ફટકારી હતી. આ ઘટનાએ સલમાનના જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી હતી. તે પોતાની જાતને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતો રહ્યો. આ પછી તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
10 ડિસેમ્બર 2015ના રોજ હાઈકોર્ટે સલમાનને હિટ એન્ડ રન કેસમાં મોટી રાહત આપી હતી. કોર્ટે તેને આરોપોમાંથી મુક્ત કર્યો હતો. સલમાનને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે ઘટના દરમિયાન સલમાન નશામાં હતો કે ન તો લેન્ડ ક્રુઝર કાર ચલાવતો હોવાના પુરાવા મળ્યા નથી. જેના કારણે બોમ્બે હાઈકોર્ટે સલમાનને હિટ એન્ડ રન કેસમાં તમામ આરોપોમાંથી માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા હતા.
સલમાનની એક્સ જોડે અફેર અને વિવેક ઓબેરોયનું કરિયર ખતમ સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેની લડાઈનું કારણ ઐશ્વર્યા રાય હતી. ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. બાદમાં જ્યારે ઐશ અને વિવેક નજીક આવ્યા તો સલમાન તે સહન ન કરી શક્યો.
એપ્રિલ, 2003ના રોજ વિવેક ઓબેરોયે સલમાન ખાન વિરુદ્ધ એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી. આ કૉન્ફરન્સમાં વિવેકે કહ્યું હતું, ’29 માર્ચની રાત 12.30થી લઈ સવારના પાંચ વાગ્યા સુધી સલમાને તેને 41 વાર ફોન કર્યો. મને જાનથી મારી નાખવાની ધમકી આપી. આટલું જ નહીં, ગંદી ગાળો પણ ભાંડી. જ્યારે મેં અરબાઝને આ અંગે કહ્યું હતું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે સલમાન બ્રેકઅપને કારણે ડિસ્ટર્બ છે અને હાલમાં નશામાં હોવાથી આ રીતનું વર્તન કરે છે, પરંતુ જો તે તારા ઘરની બહાર આવીને હંગામો કરે તો તને જે યોગ્ય લાગે એ કરજે. આપણી મિત્રતાને કોઈ આંચ આવશે નહીં.
અરિજીત સિંહ અને સલમાનનો એવોર્ડ શોમાં ઝઘડો સલમાન ખાન એક એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યો હતો, જ્યાં અરિજીતને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચતા જ સલમાન ખાન ખુલ્લેઆમ તેની મજાક ઉડાવે છે. ખરેખર, અરિજીત આ એવોર્ડ શોમાં સાદા કપડા અને ચપ્પલ પહેરીને પહોંચ્યો હતો. સલમાન ખાનની નજર તેના ચપ્પલ પર પડતાં જ તેણે પૂછ્યું, ‘તમે સૂઈ રહ્યા હતા?’ આના જવાબમાં અરિજિતે કહ્યું, ‘તમે લોકોએ મને સુવડાવી દીધો.’ તો આ સાંભળીને સલમાન તેના પર બૂમો પાડવા લાગ્યો હતો. પછી પછી તેણે કહ્યું ‘મજાક કરું છું’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાને તેની ફિલ્મ ‘સુલતાન’માંથી અરિજીતનું ગીત હટાવી દીધું છે. ત્યાર બાદ અરિજિતે સલમાનની એક પણ ફિલ્મમાં ગીત નથી ગાયું. અરિજીત સિંહે ઘણી વખત સલમાનની માફી પણ માંગી હતી, પરંતુ સુપરસ્ટાર તેને માફ કરવાના મૂડમાં નહોતો. જોકે ઘણા સમય બાદ વિવાદ ઉકેલાયો હતો અને ભાઈજાને ‘ટાઇગર 3’ના ગીત માટે અરજીતને તક આપી હતી.
નશામાં ધૂત સલમાને દિગ્ગ્જ ડિરેક્ટર સુભાષ ધઈને લાફો ઝીક્યો હતો સુપરસ્ટાર્સ તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેમની અંગત જિંદગીને લઈને હંમેશા હેડલાઈન્સમાં રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો સાથે તેની લડાઈ પણ ચર્ચામાં રહી હતી. એકવાર એક પાર્ટીમાં સલમાન ખાને સુભાષ ઘઈ સાથે જોરદાર ઝઘડો કર્યો અને અભિનેતાએ ફિલ્મ મેકરને જાહેરમાં થપ્પડ મારી. જો કે બીજા દિવસે પોતાની ભૂલનો અહેસાસ થતાં પિતાના કહેવા પર સલમાને સુભાષ ઘાઈની માફી પણ માંગી હતી.
કેટરીના સાથે રિલેશનમાં હતો અને શાહરુખ સાથે ઝઘડો થયો ઐશ્વર્યાથી અલગ થયા બાદ સલમાન ખાનના સંબંધો બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના સાથે બંધાયા હતા. સલમાને કેટરીનાને બોલિવૂડમાં મદદ પણ કરી હતી. બંને અનેક જગ્યાએ સાથે જોવા મળતાં. માનવામાં આવતું કે સલમાન હવે કેટરીના સાથે લગ્ન કરી જ લેશે. આ દરમિયાન 2008માં કેટરીનાની 27મી બર્થડે પાર્ટીમાં શાહરુખ-સલમાન વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. શાહરુખે પાર્ટીમાં સલમાનની ઐશ્વર્યા રાયના નામથી મજાક ઉડાવી હતી. સલમાન ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને તેણે શાહરુખને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. જોકે વર્ષો બાદ શાહરુખ-સલમાન વચ્ચે મિત્રતા થઈ હતી.
‘સુલતાન’ના પ્રમોશન દરમિયાન પણ હોબાળો મચ્યો હતો વર્ષ 2016માં સલમાન ખાનની ફિલ્મ સુલતાન આવી હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાને એવું કહ્યું હતું, ‘કુશ્તીવાળા સીનના શૂટિંગ દરમિયાન હું એટલો થાકી જતો કે જ્યારે હું ચાલીને અખાડાની બહાર આવતો ત્યારે મને રેપ પીડિતા જેવું ફીલ થતું. આ મારા માટે બહુ મુશ્કેલ હતું. હું એક ડગલું પણ આગળ વધી શકતો નહોતો.’ જોકે, સલમાનના આ નિવેદનની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. વિવાદ વધતા સલમાને માફી માગી હતી અને કહ્યું હતું કે તેણે આ રીતની વાત કરવા જેવી નહોતી.
યાકુબની ફાંસીનો વિરોધ કર્યો હતો જુલાઈ 2015માં મુંબઈ બ્લાસ્ટ (1993)ના આરોપી યાકુબ મેમણની ફાંસીને સલમાન ખાને ખોટી ગણાવી હતી. તેણે 26 જુલાઈની રાત્રે 49 મિનિટ્સમાં 14 ટ્વીટ કર્યા હતા. તેણે પહેલી ટ્વીટ 1.52 વાગે અને છેલ્લી ટ્વીટ 2.41એ કરી હતી. સલમાને પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, ‘એક નિર્દોષનું મોત માણસાઈની હત્યા છે.’ સલમાનની આ ટ્વીટ બાદ દેશભરમાં વિરોધ થયો હતો.
રોષે ભરાયેલા લોકો સલમાનના ઘર આગળ ભેગા થઈ ગયા હતા અને પોલીસનો ખડકલો ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ કરી દેવામાં આવ્યો હતો. જોકે, પછી સલમાને તરત જ માફી માગીને તમામ ટ્વીટ હટાવી લીધી હતી. માફી માગતા સલમાને કહ્યું હતું, ‘મેં ટાઇગર મેમણને ફાંસી પર લટકાવવાની વાત કરી અને હું મારી વાત પર કાયમ છું. મેં એમ પણ કહ્યું હતું કે, યાકુબને ફાંસી દેવી જોઈએ નહીં, પરંતુ મેં એમ ક્યારેય નહોતું કહ્યું કે, યાકુબ નિર્દોષ છે. મને મારા દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. મુંબઈ બ્લાસ્ટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હું ફરીથી કહું છું કે, એક નિર્દોષનો જીવ જવો એ સમસ્ત માનવ સમાજના અંત સમાન છે.’
સોમી અલીએ લગાવ્યા ગંભીર આરોપ બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો 3 જૂન 2013ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.જિયાની માતાએ પોતાની પુત્રીના મોત માટે સૂરજ પંચોલીને જવાબદાર ગણાવ્યો છે. આ મામલામાં સૂરજ હંમેશા પોતાને નિર્દોષ ગણાવતો હતો. સૂરજ જિયા ખાન સાથે રિલેશનશિપમાં હતો. જિયાની આત્મહત્યામાં જ્યારે સૂરજનું નામ આવ્યું તો લોકો તેને ઓળખવા લાગ્યા. તેણે 2015માં ફિલ્મ હીરોથી ડેબ્યૂ કર્યું હતું. સૂરજને સલમાન ખાને લોન્ચ કર્યો હતો. સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ એવો દાવો કરતા કહ્યું હતું કે જિયા ખાન પ્રેગ્નેન્ટ હતી તો તે સુસાઇડ કેમ કરે અને સુસાઇડ કેસમાં સલમાને સુરજને મદદ કરી હતી.
વેલ… 26 વર્ષ પહેલા સપ્ટેમ્બર, 1998માં શરુ થયેલો આ કાળિયાર કેસ વિવાદ અને લોરેન્સ તરફથી સલમાન ખાનને સતત મળતી ધમકીઓ ક્યાં જઈને અટકશે તે તો હવે આવનારો સમય જ કહેશે...