54 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક તરફ જ્યાં સલમાન ખાનના ફેન્સ ફિલ્મ ‘સિકંદર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અભિનેતાએ ‘કિક 2’ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી છે. સલમાનની બોડી અને ડેશિંગ લુકે ફેન્સને પાગલ કરી દીધા છે.
‘સિકંદર’ પછી ‘કિક 2’ની જાહેરાત ‘ભાઈજાન’ના ફેન્સ ખુશ વર્ષ 2024માં સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. તેની અગાઉની રિલીઝ ફિલ્મ ‘ટાઈગર 3’ હતી, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. ત્યારથી ફેન્સ સલમાનની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. સલમાનને તેના ફેન્સ માટે ‘સિકંદર’ પછી ‘કિક 2’ની જાહેરાત કરીને ડબલ ગિફ્ટ આપી છે.
ફેન્સે કહ્યું- ‘ડેવિલ ઈઝ બેક’ ‘કિક 2’ની સલમાનની આ તસવીર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. એક યુઝરે લખ્યું છે કે, લાગે છે કે સલમાન ભાઈ જોરદાર કમબેક કરશે. બીજા યુઝરે લખ્યું, ‘એક જોરદાર હિટ આવી રહી છે. ભાઈજાન પાસે મજબૂત લાઇનઅપ છે. તો અન્ય એક ફેન્સે કમેન્ટ કરી કહ્યું, ‘ડેવિલ ઈઝ બેક’.
‘કિક’ વર્ષ 2014માં આવી હતી સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાને વર્ષ 2014માં ‘કિક’થી ધૂમ મચાવી હતી. ડિરેક્ટર તરીકે સાજિદની આ પહેલી ફિલ્મ હતી. ‘કિક’ મોટી હિટ સાબિત થઈ હતી. તે 200 કરોડના ક્લબમાં પ્રવેશનારી સલમાન ખાનની પ્રથમ ફિલ્મ બની. આ ફિલ્મમાં સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડિસ અને નવાઝુદ્દીન સિદ્દીકી હતા.