28 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનને ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર શેખ હુસૈન શેખ મૌસીનની (24) ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની વર્લી પોલીસે તેની ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી હતી. આજે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઝારખંડથી મુંબઈ લાવવામાં આવશે.
જમશેદપુરના શાકભાજી વિક્રેતા શેખ હુસૈન શેખ મૌસીને ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ કોલ કરીને ખંડણીની માંગણી કરી હતી. તેણે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય જાહેર કર્યો હતો.

સલમાનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ વાય પ્લસ સુરક્ષામાં વધુ એક સ્તર વધારવામાં આવ્યું છે.
ધમકી આપનાર વ્યક્તિએ માફી માંગી હતી મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસે તરત જ મેસેજ મોકલનાર વ્યક્તિને શોધવા માટે તેમની તપાસ શરૂ કરી. પરંતુ આ દરમિયાન મુંબઈ ટ્રાફિક પોલીસને પણ એ જ મોબાઈલ નંબર પરથી માફીનો મેસેજ મળ્યો હતો. પોલીસે તે નંબરને ઝારખંડ ટ્રેસ કર્યો અને આરોપીને પકડવા માટે એક ટીમ મોકલી.
મેસેજમાં શું લખ્યું હતું મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ધમકીભર્યા મેસેજમાં લખવામાં આવ્યું હતું – આને હળવાશથી ન લેશો. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેને 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.

સલમાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. જમશેદપુરથી ધમકી મોકલનાર આરોપીએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો.
બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી આ પહેલા 12 ઓક્ટોબરે સલમાનના નજીકના સહયોગી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. લોરેન્સ ગેંગ ઘણા વર્ષોથી સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી રહી છે. આવી સ્થિતિમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ લોરેન્સ લાંબા સમયથી સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ
- સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં.
- ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે.
- દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ લોરેન્સ તેના ગેંગસ્ટરોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ધમકી વચ્ચે પણ કામ કરી રહ્યો છે એક્ટર આ દિવસોમાં, સલમાન કડક સુરક્ષા વચ્ચે તેના કામના પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી રહ્યો છે. આ દિવસોમાં ‘બિગ બોસ 18’ સિવાય તે પોતાની ફિલ્મ ‘સિકંદર’માં પણ વ્યસ્ત છે. આ ઉપરાંત, અભિનેતા ટૂંક સમયમાં તેની ‘દબંગ રીલોડેડ’ ટૂર માટે દુબઈ પણ જશે.