11 કલાક પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનનો શો ‘બિગ બોસ 18’ દર્શકોમાં ચર્ચાનો વિષય બનેલો છે. જો કે, શોની ટીઆરપીમાં અત્યાર સુધી ખાસ ઉછાળો જોવા મળી રહ્યો નથી. તેને જોતા શોના મેકર્સે ટીઆરપી વધારવા માટે ઘણા મોટા પગલા લીધા છે. જો શો સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ‘BB-18’માં સલમાન ખાનનો પરિવાર પણ જોવા મળશે.
સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરે છે. આ પ્રસંગે, તેનો જન્મદિવસ શોના વીકેન્ડ કા વાર એપિસોડમાં ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે જન્મદિવસની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે, શોના નિર્માતાઓએ સલમાન ખાનના પરિવારના સભ્યોને ઉજવણીનો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે.
આ ખાસ અવસર પર સલમાનની બહેન અર્પિતા ખાનના બાળકો, અરબાઝ ખાનના બાળકો અને સોહેલ ખાનનો પુત્ર શોમાં જોવા મળશે. આ બધા સિવાય સલમાનનો નાનો ભાઈ સોહેલ ખાન પણ શોમાં એન્ટ્રી કરશે અને જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ભાઈઓ વચ્ચેની મસ્તીનો ટચ આપવામાં આવશે. સલમાનના ફેન્સ માટે આ સેલિબ્રેશન એક શાનદાર સરપ્રાઈઝ બનવા જઈ રહ્યું છે.
આ એપિસોડ 26 ડિસેમ્બરે શૂટ કરવામાં આવશે અને શનિવારે વીકેન્ડ કા વાર પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.
‘બિગ બોસ 18’ની વાત કરીએ તો આ શોને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા વીકેન્ડ કા વાર એપિસોડમાં, એડન રોઝ અને યામિની મલ્હોત્રાને શોમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, દિવ્યજ્યોત સિંહ રાઠી પણ મધ્ય-સપ્તાહના ઇવિક્શન ટ્વિસ્ટને કારણે બહાર થઈ ગયા. શોનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 19 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે.