16 મિનિટ પેહલા
- કૉપી લિંક
સામંથા રૂથ પ્રભુના પૂર્વ પતિ નાગ ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે લગ્ન કર્યા છે. બંનેએ 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન સામંથાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. એક્ટ્રેસે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે.
2025 સંબંધિત ક્રિપ્ટિક પોસ્ટ શેર કરવામાં આવી છે સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. એક્ટ્રેસે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં આગામી વર્ષ 2025 માટે વૃષભ, કન્યા અને મકર રાશિની આગાહીઓ સાથે એક પોસ્ટ શેર કરી છે.
અભિનેત્રીએ વર્ષ 2021માં નાગ ચૈતન્ય જોડે છૂટાછેડા લીધા હતા
એક્ટ્રેસને વફાદાર અને પ્રેમાળ જીવનસાથી જોઈએ છે અભિનેત્રીની પોસ્ટ અનુસાર, 2025માં આ રાશિવાળા લોકોના જીવનમાં ઘણું બધું થઈ શકે છે. આ વર્ષ તેમના માટે વ્યસ્ત રહેશે અને તેમાં તેઓ ખૂબ પૈસા કમાશે. તે જ સમયે, પોસ્ટની ચોથી લાઇનમાં લખ્યું છે કે તેમને એક વફાદાર અને પ્રેમાળ જીવનસાથી મળશે અને ઘણા મોટા લક્ષ્યો પૂરા થશે. પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું- આમીન.
અભિનેત્રીને 2025માં વફાદાર અને પ્રેમાળ જીવનસાથી જોઈએ છે
લગ્નની ચોથી એનિવર્સરી પહેલા લગ્ન તૂટી ગયા. સામંથા રૂથ પ્રભુએ નાગ ચૈતન્ય સાથે 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા, પહેલા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે અને પછી 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રિવાજો પ્રમાણે. લગ્ન બાદ સામંથાએ પોતાનું નામ બદલીને અક્કીનેની કરી લીધું હતું. જો કે, અલગ થવાના સમાચાર વચ્ચે, સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અક્કીનેની હટાવી દીધું અને તેને બદલીને સામંથા રૂથ પ્રભુ કરી દીધી હતી. 6 ઓક્ટોબર 2021ના રોજ બંનેના લગ્નના ચાર વર્ષ પૂરા થવાના હતા, પરંતુ તે પહેલા જ બંનેના છૂટાછેડા થઈ ગયા.
અભિનેત્રીએ વર્ષ 2017માં નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા
વરુણ ધવન સાથે જોવા મળ્યો હતો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સામંથા છેલ્લે ‘સિટાડેલઃ હની બન્ની’માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. આ વેબ સિરિઝ અમેરિકન સિરિઝ ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન હતું. પ્રિયંકા ચોપરાએ તેના ઓરિજનલ વર્ઝનમાં કામ કર્યું હતું. સામંથાની આ વેબ સિરીઝ પ્રાઇમ વીડિયો પર 6 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હતી અને સમન્થાએ તમામ સ્ટંટ જાતે જ કર્યા હતા.