4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે રાત્રે મુંબઈમાં IG(ઈન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. સારા અલી ખાન પણ આઈજી એવોર્ડનો ભાગ બની હતી. સારાને એવોર્ડ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. આ દરમિયાન સારા ખૂબ જ સુંદર કોસ્ચ્યુમ પહેરેલી જોવા મળી હતી. તેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીએ શાઈની ટાઇગર પ્રિન્ટ સ્કર્ટ સાથે વાદળી રંગનું કટ સ્લીવ ટોપ પહેર્યું હતું. તેણે પિંક હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જ્યારે જ્વેલરીમાં સારાએ કાનમાં લટકતી નાની બુટ્ટી સિવાય કોઈ ખાસ જ્વેલરી નહોતી રાખી.

સારા અલી ખાન ઇન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચી હતી.

સારા અલી ખાન ફંક્શન આયોજકો અમૃતા અને શ્રીધર સાથે.

અનુપમ ખેરને એવોર્ડથી સન્માનિત કરતી સારા અલી ખાન.

સારા અલી ખાન અધ્યયન સુમન સાથે.

અનુપમ ખેર અને અમન વર્મા ફંક્શન આયોજકો અમૃતા-શ્રીધર સાથે.

શાદી.કોમના સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલને એવોર્ડ આપતા સારા અલી ખાન.

આ કાર્યક્રમમાં ટીવી અભિનેત્રી શિવાંગી જોશી પણ હાજર રહી હતી.