56 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના પરિવાર વિશે હાલમાં વાત કરી છે. એક્ટ્રેસે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેની દાદી શર્મિલા ટાગોરના ભરપેટ વખાણ કર્યા હતા.
સારાએ કહ્યું કે તેના માતા-પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ભલે 20 વર્ષ પહેલાં અલગ થઈ ગયા હોય, પરંતુ દાદીએ તેમને અને તેમની માતાને આખી જિંદગી સપોર્ટ કર્યો છે.
સારાએ એ પણ ખુલાસો કર્યો કે શર્મિલા ટાગોર તેમની માતા અમૃતા સિંહ સાથે ખાસ બોન્ડિંગ ધરાવે છે.
શર્મિલા ટાગોર સાથે સારા
દાદીએ હંમેશા ટેકો આપ્યો છે: સારા
સારાએ કહ્યું, ‘જો મને અથવા ઈબ્રાહિમને કંઈ થશે તો હું જાણું છું કે બદી અમ્મા (શર્મિલા ટાગોર) મારી માતા અમૃતા સિંહને ક્યારેય એકલા નહીં છોડે.’
સારાએ વધુંમાં એ પણ કહ્યું કે, ‘હું પણ મારા જીવનમાં એવા તબક્કામાંથી પસાર થઈ છું જ્યારે મને કોઈના સપોર્ટની ખૂબ જ જરૂર હતી અને પછી બદી અમ્મા એક સેનાની જેમ મારા માટે ઉભી હતી. તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. મુશ્કેલ સમયમાં જ આપણે સંબંધોની સાચી કિંમત સમજી શકીએ છીએ.
સારા અને ઇબ્રાહિમ બાળપણમાં માતા-પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ સાથે
સૈફ-અમૃતા લગ્નના 13 વર્ષ બાદ અલગ થઈ ગયા હતા
રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને અમૃતાએ 27 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સૈફ 21 વર્ષનો હતો અને અમૃતા 33 વર્ષની હતી.
તેમની વચ્ચે ઉંમરમાં 12 વર્ષનો તફાવત હતો અને લગ્નના 13 વર્ષ બાદ બંને 2004માં અલગ થઈ ગયા હતા. અમૃતા અને સૈફ બે બાળકો (સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન)ના માતા-પિતા છે.
બાદમાં સૈફે કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કર્યા. બંનેને બે બાળકો તૈમૂર અને જેહ છે. જ્યારે અમૃતાએ બીજા લગ્ન કર્યા નથી.