18 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન શિવજીની મોટી ભક્ત છે. તે અવારનવાર શિવજીના મંદિરની મૂલાકાત લેતી દેખાય છે. હાલમાં એક્ટ્રેસે આંધ્રપ્રદેશમાં શ્રીશૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની મુલાકાત લઈને નવા વર્ષની શરૂઆત કરી હતી. તે નવા વર્ષના પહેલા સોમવારે મંદિર પહોંચી હતી, જ્યાંથી તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટા પણ શેર કર્યા હતા, જે વાઈરલ થઈ રહ્યા છે. ફોટોના કારણે એક્ટ્રેસ કટ્ટરવાદીઓના નિશાના પર આવી છે. સારા અલી ખાને ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, સારાના વર્ષનો પહેલો સોમવાર. જય ભોલેનાથ.
એક્ટ્રેસે સફેદ રંગનો ચિકનકારી સૂટ પહેર્યો છે. માથા પર દુપટ્ટો ઓઢયો છે અને કપાળ પર ચંદનનું તિલક કર્યું છે. એક્ટ્રેસ આ તસવીરોમાં શિવજી સામે નતમસ્તક થયેલી, હાથ જોડીને તેમની પૂજા કરતી દેખાય રહી છે.
સારાની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા એક્ટ્રેસ વારંવાર તીર્થસ્થાનોની મુલાકાત લે છે. આ કારણે તે ક્યારેક કટ્ટરવાદીઓના નિશાના પર રહે છે. આ પોસ્ટ પર યુઝર્સના કેટલાક મિક્સ રિએક્શન સામે આવ્યા છે. સારા અલી ખાનની પોસ્ટ પર એક યુઝરે લખ્યું, સારા માટે ખૂબ જ સન્માન. બીજા યુઝરે ટીકા કરતાં લખ્યું કે, તે કયા ધર્મની છે? તો અન્ય યુઝરે તેને નામ બદલવાની સલાહ આપી.
સારા આ ફિલ્મોમાં જોવા મળશે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા છેલ્લે ‘એ વતન મેરે વતન’માં જોવા મળી હતી. તે 24 જાન્યુઆરી 2025ના રોજ આવનારી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. તેમાં અક્ષય કુમાર, નિમ્રત કૌર અને વીર પહાડિયા પણ છે. અહેવાલ મુજબ વીર તેનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. સારા પાસે આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો… ધીઝ ડેઝ’ અને આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મ છે, જેનું નામ હજુ નક્કી થયું નથી.