3 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સેલેબ્સના ડીપફેક વીડિયો બંધ થવાના કોઈ અણસાર નથી જણાતા. રશ્મિકા મંદાના, કેટરિના કૈફ અને નોરા ફતેહી સહિત અનેક અભિનેત્રીઓ બાદ હવે અભિનેતા અક્ષય કુમારનો ડીપફેક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અક્ષય ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ માટે જાહેરાત કરતો જોવા મળે છે.
જો અભિનેતા સાથે જોડાયેલા લોકોનું માનીએ તો, ‘અક્ષયે ક્યારેય આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી. આ વીડિયોના સ્ત્રોતની તપાસ ચાલુ છે. આ નકલી સોશિયલ મીડિયા હેન્ડલ અને કંપની વિરુદ્ધ સાયબર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં AIની મદદથી તેમના ચહેરા અને અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અક્ષયે વીડિયોમાં કહ્યું- ‘હું એક મહિનાથી દરરોજ રમી રહ્યો છું’
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ AI-જનરેટેડ વીડિયોમાં અક્ષય કહેતો જોવા મળે છે, ‘શું તમને પણ રમવાનું ગમે છે? હું તમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને એવિએટર ગેમ અજમાવવાની ભલામણ કરું છું. આ વિશ્વવ્યાપી લોકપ્રિય સ્લોટ છે જે દરેક અહીં રમે છે. આપણે કેસિનો સામે નહીં પરંતુ અન્ય ખેલાડીઓ સામે રમવાનું છે. હું પોતે છેલ્લાં એક મહિનાથી દરરોજ દરેક રમત રમી રહ્યો છું.’
આ વીડિયો સામે આવ્યા બાદ અક્ષય ખૂબ જ દુખી છે
એક્ટર સાથે સંકળાયેલા સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, ‘આ વીડિયો સામે આવ્યો ત્યારથી અભિનેતા ખૂબ જ દુઃખી છે. તેમણે પોતાની ટીમને આ બાબત પર નજર રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષય ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આ સિવાય તેની પાસે ‘સ્કાય ફોર્સ’, ‘સિંઘમ અગેન’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હેરા ફેરી 3’ જેવી ફિલ્મો છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે નોરાએ પોતે કહ્યું કે ‘આ નકલી છે’
નોરાનો વીડિયો 15 દિવસ પહેલાં વાઇરલ થયો હતો
23 જાન્યુઆરીએ, અભિનેત્રી નોરા ફતેહીનો એક સામાન બ્રાન્ડનો પ્રચાર કરતી વખતે એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં નોરા જેવી દેખાતી મહિલા સીઝન સેલના અંતનો પ્રચાર કરતી જોવા મળે છે. આ ફોટો અને વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરતી વખતે નોરાએ લખ્યું, ‘આઘાત લાગ્યો, આ હું નથી.’
આ પહેલાં રશ્મિકા, કેટરિના કૈફ, કાજોલ અને ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપ ફેક વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે.