13 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી તાજેતરમાં જ ચર્ચામાં આવી છે. તેની સાવકી દીકરી ઈશા વર્માએ આરોપ લગાવ્યો છે કે રૂપાલીએ તેના માતા-પિતાને અલગ કર્યા છે અને તેને માનસિક, ઈમોશનલ અને શારીરિક રીતે હેરાન કર્યા.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઈશાએ 2020માં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. હવે તે પોસ્ટ ફરી વાઈરલ થઈ છે.
રૂપાલી ગાંગુલીએ 2012માં બિઝનેસમેન અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. અશ્વિને અગાઉ બે વાર લગ્ન કર્યા હતા. તેમના બીજા લગ્નથી તેમને ઈશા નામની દીકરી હતી.
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ઈશા જે હવે 26 વર્ષની છે અને અમેરિકાના ન્યુજર્સીમાં રહે છે તેણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું. ઈશા કહે છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર રૂપાલીનું સત્ય બહાર લાવવાનો છે. વાતચીતના કેટલાક મુખ્ય અંશો વાંચો:
તેં હવે કેમ રૂપાલી અને તારા પિતા વિરુદ્ધ બોલવાનું નક્કી કર્યું? ખરેખર, મેં 2020 માં ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં મેં રૂપાલીના વર્તનને ક્રૂર ગણાવ્યું હતું. તે પોસ્ટમાં મેં એમ પણ લખ્યું હતું કે તેણે ઘણા વર્ષો સુધી અફેર કર્યું અને મારી માતા સાથે માનસિક અને ઈમોનલ રીતે હેરાન કરી. તેનું અફેર અમારા પરિવાર માટે એકલતાનું કારણ બની ગયું.
હવે તે પોસ્ટ વાઈરલ થઈ રહી છે, અને તે ખરેખર આઘાતજનક છે. પરંતુ હું ખુશ છું કે સત્ય હવે બહાર આવી રહ્યું છે. મેં હવે ફરીથી બોલવાનું નક્કી કર્યું છે કારણ કે આટલા વર્ષો સુધી મૌન રહીને મેં જે સહન કર્યું તે યોગ્ય ન હતું. હવે સમય આવી ગયો છે જ્યારે સત્ય બધાની સામે આવે અને લોકોને ખબર પડે કે જે થયું તે ખોટું હતું. મારા માટે આ બાબતે વાત કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ હવે હું ઈચ્છું છું કે મારો અનુભવ બધાની સામે આવે, જેથી બીજા કોઈને પણ આવો સામનો ન કરવો પડે.
હવે જ્યારે મેં મારા વિચારો વ્યક્ત કર્યા તો રૂપાલીના ફેન્સ મારા પર એટેક કરવાનું શરૂ કર્યું. તેઓ મારી ઇન્સ્ટાગ્રામ તસવીરો, મારી બિકીની તસવીરોના આધારે મને જજ કરી રહ્યા છે. પણ સત્ય એ છે કે હું અમેરિકામાં રહું છું. અહીં બિકીની પહેરવી સામાન્ય છે. લોકોએ આના પર માને જ્જ ન કરવી જોઈએ. આ બિલકુલ પબ્લિસિટી સ્ટંટ નથી. હું ફક્ત મારા માટે ન્યાયની આશા રાખું છું.
તમે તમારા પિતા વિશે કહ્યું હતું કે તેઓ તમારા આદર્શ હતા. તમારો ભરોસો તોડવાનું દુઃખ કેટલું આઘાતજનક હતું? સાચું કહું તો, જ્યારે તમારા પોતાના પિતા તમને દગો આપે છે ત્યારે તે પીડાનો અર્થ શું થાય છે તે હું કદાચ ક્યારેય સમજાવી શકીશ નહીં. હું તેને મારા આદર્શ માનતી. મારી નજરમાં તે શ્રેષ્ઠ હતા. જ્યારે મને સત્ય સમજાણું, ત્યારે તે એક ઠોકર જેવું હતું. દીકરીને તેના પિતા પર જે વિશ્વાસ હોય છે તેને તોડવો ખૂબ જ દુ:ખ થાય છે. તે ખૂબ જ ઊંડું અને પીડાદાયક હતું. તે પહેલા પ્રેમ જેવો હતો, જે અચાનક ખોટો સાબિત થયો. મારા પિતાને ખોટા પડતા જોઈને અને તે અનુભવીને કે તેઓ અંદર અને બહારથી એક ખરાબ વ્યક્તિ બની ગયા છે. આ દરેક પુત્રી માટે દીલ તૂટે તેવી બાબત છે.
તમે રૂપાલી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. શું તેણે તમારા પિતાના લગ્ન જીવનમાં દખલ કરી હતી? રૂપાલી અને મારા પપ્પા વચ્ચેનો સંબંધ માત્ર પ્રેમનો નહોતો, પણ એક ઓબ્સેશન હતું. જ્યારે તમે પરિણીત પુરુષ સાથે સંબંધ બાંધો છો, ત્યારે તમારે સમજવું જોઈએ કે તે કોઈ બીજાના જીવનનો એક ભાગ છે. પરંતુ રૂપાલીએ જે કર્યું તે સંબંધ માટે આદર્શ ન હતું. તે જાણીજોઈને મારા પિતાને વારંવાર ફોન કરતી, તેમને મેેસેજ મોકલતી અને તે બહાર હોય ત્યારે અમારા ઘરે આવીને અમારા હોલિડેમાં દખલ પણ કરતી. તેનું વર્તન બિલકુલ યોગ્ય ન હતું. એક મહિલાને આ હદે જોઈ ખૂબ જ દુઃખ થયું.
તમારા પિતાએ તમારા આરોપોને નકારી કાઢ્યા છે. શું તમને લાગે છે કે તે તમને જે પીડા આપે છે તેના માટે તે જવાબદાર છે? હું જાણું છું કે મારા પિતાએ કંઈક કહ્યું હતું. મારા પિતાએ કહ્યું કે આમાં રૂપાલીનો કોઈ હાથ ન હતો, પરંતુ આ સૌથી મોટું અસત્ય છે કારણ કે રૂપાલી એ જ હતી જે મારા ન્યૂ જર્સીના ઘરે આવી હતી અને મારી માતાના બેડ પર સૂતી હતી. એ જ બેડ કે જેના પર મારા માતા-પિતા સાથે સૂતા હતા. તેણે મારી અને મારી માતા સાથે શારીરિક, માનસિક અને ઈમોશનલી ઘણું ખોટું કર્યું.
અત્યાર સુધી તેણે મારો સંપર્ક કર્યો નથી. જો મને ક્યારેય સાચી માફી મળી હોય, તો મને થોડી રાહત મળી હોત. પરંતુ જે રીતે તેઓ મૌન છે અને દરેક વસ્તુની અવગણના કરે છે તે જ તેમનો ડર દર્શાવે છે. તેણે ક્યારેય મારી પાસેથી માફી માંગી નથી કે કોઈ રીતે મારી રિસપેકટ કરી નથી. મેં માત્ર સત્યને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને આજે જ્યારે બધુ સામે આવી રહ્યું છે ત્યારે પણ તેમનું મૌન એ વાતનો પુરાવો છે કે તેઓ પોતાનાં કાર્યોથી શરમ અનુભવે છે.
જોકે રૂપાલી ગાંગુલીની ટીમ મારા પર મારી પોસ્ટ હટાવવા માટે પ્રેશર કરી રહી છે. મારા પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી હું મારો અવાજ ન ઉઠાવું અને ચૂપ રહું.
જ્યારે તેમનું અફેર શરૂ થયું ત્યારે તમે બે વર્ષના હતા. તમને આ વિશે ક્યારે અને કેવી રીતે ખબર પડી? જ્યારે આ અફેર શરૂ થયું ત્યારે હું માત્ર બે વર્ષની હતો. મારા પિતા એક કમર્શિયલ એડના શૂટિંગ માટે ભારત જતા અને ત્રણ-ત્રણ મહિના બહાર રહેતા. તે કહેતાં કે, કામ માટે જાય છે, પરંતુ મારા પિતા તે મહિલાને મળવા જતાં જેની સાથે તેનું અફેર હતું.
તે સમયે રૂપાલી કંઈ ન હતી, તેણે એમ પણ કહ્યું કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે, પરંતુ તેને કોઈ મોટો રોલ કર્યો નથી. હું માત્ર રૂપાલી તરફ જ નહીં, મારા પિતા તરફ પણ આંગળી ચીંધું છું. તે મુશ્કેલ છે, કારણ કે પિતા એ પુત્રીનો પ્રથમ પ્રેમ છે, પરંતુ મારા પિતાએ તે વાતને ખોટી સાબિત કરી. તે અંદરથી ખરાબ વ્યક્તિ છે.
તમે રૂપાલી વિશે કહ્યું કે તે તમારા પિતાના લગ્ન જીવનમાં દખલ કરતી હતી? હા, રૂપાલી અને મારા પપ્પા વચ્ચેનો સંબંધ પ્રેમનો નહીં, એક ઓબ્સેશન હતું. તે મારા પિતાને ફોન કરતી, મેસેજ મોકલતી અને તેમના ફોનને સ્પામ કરતી રહેતી. તે એટલી બેશરમ હતી કે તે અમારા ઘરે આવીને મારી માતાના રૂમમાં રહેતી હતી. જ્યારે અમે રજાઓ પર જતા ત્યારે તે મારી માતાના ઘરેણાં પણ લઈ જતી. તેણીએ સમજવું જોઈએ કે જો કોઈ પુરુષ પરિણીત હોય, તો તેણે તે પરિવારથી દૂર રહેવું જોઈએ, ખાસ કરીને જ્યારે તે માણસને પણ બાળકો હોય. હું અને મારી માતા હજુ પણ તેમના જીવનનો એક ભાગ હતા.
તમે રૂપાલી પર મુંબઈમાં તમારી માતાની હત્યા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. મને તે સમય વિશે કહો. આ બધું બન્યું ત્યારે હું માત્ર આઠ કે નવ વર્ષની હતી. હું અને મારા પિતા મારા દાદા-દાદીને મળવા ગયા હતા અને રૂપાલીએ અમારા ઘરે આવીને મારી માતાને ગાળો આપી હતી. મને યાદ છે કે હું ડરી ગઈ હતી, શું કરવું તે જાણતી ન હતી. મારી માતા સાથે કરવામાં આવેલ આ ખરાબ વર્તન જોઈને હું અંદરથી રડી પડી.
તે સમયે મને ડર હતો કે મારી માતાને કંઈક થઈ શકે છે. હું કંઈ સમજી શકતી ન હતી, પણ મેં જોયું કે તે મારી માતાને માત્ર અત્યાચાર જ નથી કરી રહી, પણ અમારા ઘરની શાંતિ પણ ખતમ કરી રહી છે, અમારા પરિવારની ઈજ્જતને દાવ પર લગાવી રહી છે.
રૂપાલીએ તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તમારા વિચારો શું છે? મહિલાઓ માટે આ એક મોટો દગો હશે. કારણ કે તેણે મહિલાઓ માટે તાકાત હોવાનું માસ્ક પહેર્યું છે. જ્યારે વાસ્તવમાં તેનું કામ માત્ર મહિલાઓ વિરુદ્ધ હતું. જ્યારે તે પોતે સત્યથી ભાગી રહી છે. તેમને બીજા વિશે બોલવાનો અધિકાર નથી. અત્યાર સુધી તે પોતાની જવાબદારીઓથી સંપૂર્ણપણે ભાગી રહી છે. જો તે રાજકારણમાં ઉતરશે તો હું તેની ઘણી વાસ્તવિકતાઓ બહાર લાવીશ.
તમે તમારા સંઘર્ષને સાર્વજનિક કરવાનું નક્કી કર્યું છે, શું તમને લાગે છે કે લોકો તમને સમજશે? હું માત્ર સત્ય બહાર લાવવા માંગુ છું, મને સહાનુભૂતિ નથી જોઈતી. નોસ્ટાલ્જીયા મને હેરાન કરે છે, અને હું આશા રાખું છું કે લોકો સમજશે કે તેઓ શા માટે સેલિબ્રિટીને ટેકો આપે છે. મને મદદની અપેક્ષા નથી, માત્ર મારા અવાજ ઉઠવો જોઈએ.
આજ સુધી તમને કોઈ મદદ મળી નથી, શું તમારા દીલમાં કોઈ આશા છે? રૂપાલી અને મારા પિતાએ મને ક્યારેય મદદ કરી નથી. ન તો તેણે ક્યારેય મારી માફી માંગી, ન તો તે સમજી શક્યા કે મારા દિલમાં શું છે. હવે જ્યારે બધુ સામે આવી રહ્યું છે ત્યારે તેઓને ડર છે કે સત્ય બહાર આવશે. હું માત્ર એટલું જ ઇચ્છું છું કે મારા પરિવારમાં જે કંઈ પણ થયું તે બધાની સામે આવે અને દરેકને સત્ય ખબર પડે.
અમે રૂપાલી સાથે પણ આ બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઉપલબ્ધ નથી.