3 કલાક પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ હાલમાં ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં તે જાવેદ અખ્તરથી દૂર રહેતી હતી. તેઓએ સાંભળ્યું હતું કે જાવેદ સાહેબ ખૂબ જ ઘમંડી છે, તેથી તે તેમનાથી દૂર રહેવા માગતી હતી. જાવેદ અખ્તર પણ તેમના ઘરે આવતા હતા, પરંતુ તેમ છતાં શબાના તેમની સાથે વાત કરતી નહોતી.
થોડા સમય પછી શબાનાને ખબર પડી કે જાવેદ સાહબ તેના પિતા કૈફી આઝમી જેવા જ છે. ત્યારે જ શબાનાએ તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું.
શબાનાએ હાલમાં જ અરબાઝ ખાનના સેલિબ્રિટી ટોક શોમાં આ બધી વાતો કહી હતી.
‘મેં સાંભળ્યું હતું કે જાવેદ અખ્તર ખૂબ ઘમંડી છે’
શબાના આઝમીએ ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં તે જાવેદ અખ્તરથી દૂર જ રહેતા હતા. જાવેદ સાહેબ પણ ઘરે આવીને પિતા કૈફી આઝમીને મળવા આવતા હતા. શબાના આઝમીએ કહ્યું- અમારા બંનેના પિતા સામ્યવાદી અને ગીતકાર હતા. અમારું બેકગ્રાઉન્ડ એકસરખું હતું.
તે સમયે તેમણે (જાવેદ અખ્તર) લખવાનું શરૂ કર્યું હતું. તેઓ મારા પિતાજીને તેમની રચનાઓ સંભળાવવા આવતા. પરંતુ મેં તેમનાથી અંતર રાખ્યું કારણ કે મેં સાંભળ્યું હતું કે જાવેદ અખ્તર ખૂબ જ ઘમંડી છે અને તેમનાથી દૂર રહેવું જોઈએ. આ કારણે મેં તેમના પર વધુ ધ્યાન આપ્યું નહીં.
શબાના આઝમીએ વધુમાં કહ્યું- ફિલ્મ સ્પર્શ (1980) જોયા પછી તેમણે મારા વખાણ કર્યા. તેમણે ફિલ્મમાં કામ કરી રહેલા તમામ લોકોને પોતાના ઘરે બોલાવ્યા હતા. તે દિવસે મને લાગ્યું કે તેનામાં પણ સંવેદનશીલતા છે. આ પછી અમે મળવાનું શરૂ કર્યું. પછી મને લાગ્યું કે તે મારા પિતા સાથે કેટલા સમાન હતા.
થોડા સમય પછી મને ખાતરી થઈ ગઈ કે તે મારા માટે યોગ્ય જીવનસાથી છે અને આ રીતે અમારો સંબંધ શરૂ થયો.
પહેલી પત્ની હની ઈરાની સાથે છૂટાછેડા લીધા બાદ જાવેદ અખ્તરે 1984માં શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા.