13 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરુખ ખાન તેમના પરિવાર સાથે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડેમાં પહોંચ્યાં હતાં. ઐશ્વર્યા તેમની માતા બ્રિન્દા રાય સાથે તેમની પુત્રીને ચિયરઅપ કરવા પહોંચી હતી. અભિષેક બચ્ચન તેમના પિતા અમિતાભ બચ્ચન અને ભત્રીજા અગસ્ત્ય નંદા સાથે ફંક્શનમાં જોવા મળ્યો હતો. થોડા સમય પછી ઐશ્વર્યા અભિષેક, અગસ્ત્ય અને અમિતાભ સાથે ફંક્શનમાં જોડાઈ હતી. આ જોઈને લોકો તેમના સંબંધોને લઈને પોતાની ધારણા બદલી રહ્યા છે. બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેની સમસ્યાઓના સમાચાર હવે શાંત થતા જણાય છે.- આ દરમિયાન ઐશ્વર્યા અગસ્ત્ય પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી, જેના કારણે તેમના અને અભિષેક વચ્ચે છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મુકાયું હતું.
શાહરુખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના ખાન સાથે ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન સુહાના અને ગૌરી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ સિવાય કરીના કપૂર, શાહિદ કપૂર, મીરા રાજપૂત જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ ભાગ લીધો હતો.

આરાધ્યા અને અબરામના એક્ટના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે
આરાધ્યા અને અબરામનું પરફોર્મન્સ
સ્કૂલના એન્યુઅલ ફંક્શન બાદ આરાધ્યાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેમને પહેલીવાર એક્ટિંગ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ખરેખર આરાધ્યાએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે. શાહરૂખના પુત્ર અબરામે પણ એક્ટ દરમિયાન પિતાના સિગ્નેચર પોઝ આપ્યા હતા. આ જોઈને શાહરુખના ફેન્સ ખૂબ જ ખુશ છે.
અભિષેક અને ઐશ્વર્યા કારમાં સાથે જતા જોવા મળ્યા હતા
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એકબીજાને અનફોલો કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ તમામ રિપોર્ટને ફગાવીને સમગ્ર બચ્ચન પરિવાર આરાધ્યાના ફંક્શનમાં એકસાથે હાજરી આપી હતી. આટલું જ નહીં, અભિષેક અને ઐશ્વર્યા ફંક્શન પછી એક કારમાં સાથે જતા જોવા મળ્યા હતા. કપલને જોઈને સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચે બધુ બરાબર છે.