2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાન બાદ હવે શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મોબાઈલ પર ધમકી મળ્યા બાદ શાહરૂખ ખાનની ટીમે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે તપાસ શરૂ કરી બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર તેને ધમકીનો ફોન આવ્યો હતો. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરના રહેવાસી ફૈઝાન નામના વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે રાયપુર ગઈ છે. અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે ધમકી આપવા બદલ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 308(4), 351(3)(4) BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.સૂત્ર અનુસાર, રાયપુરના આરોપીએ એક્ટર પાસેથી ખંડણી માગી છે.
સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે.