2 કલાક પેહલા
- કૉપી લિંક
એક ઈન્ટરનેશનલ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને કહ્યું હતું કે, દેવદાસ ફિલ્મમાં શરાબીની ભૂમિકા ભજવ્યા બાદ તેને ખરેખર દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણ હતું કે તેને તેના ફેન્સને આ પાત્રમાંથી કોઈ પ્રેરણા ન લેવાનું કહ્યું હતું.
હાથમાં દારૂની બોટલ સાથે ‘દેવદાસ’નો આઇકોનિક પોઝ
આ વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાને એક ઈવેન્ટમાં પોતાની ફિલ્મી કરિયર અને કેટલીક એવરગ્રીન ફિલ્મો વિશે વાત કરી હતી. આ દરમિયાન તેને દેવદાસ ફિલ્મ વિશે પણ વાત કરી હતી. તેને કહ્યું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ખૂબ જ ચિંતિત હતો. આ કારણોસર તેણે દારૂ પીવાનું શરૂ કર્યું હતું.
મારી માતાના કારણે દેવદાસ ફિલ્મ સાઈન કરી હતી શાહરૂખે કહ્યું હતું કે, આ ફિલ્મ સાઈન કરી કારણ કે તેને વિશ્વાસ હતો કે તેની માતા લતીફ ફાતિમાને આ ફિલ્મ ગમશે. આ વિશે તેને કહ્યું કે- મને લાગ્યું કે જો હું દેવદાસ બનીશ તો તે (માતા) તેને ગમશે અને તેની પ્રશંસા કરશે. શાહરૂખનું માનવું છે કે જો તે મોટી ફિલ્મો બનાવે છે તો તેના માતા-પિતા તેને સ્વર્ગમાંથી જોવે છે.
‘દેવદાસ’ના એક ઇમોશનલ દૃશ્યમાં શાહરુખ ખાન
દેવદાસ ફિલ્મે 168 કરોડની કમાણી કરી હતી દેવદાસ ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, કિરણ ખેર જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે શાહરૂખને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની આ જ નામની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મ 2002ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. 50 કરોડમાં બનેલી આ ફિલ્મે 168 કરોડનું કલેક્શન કર્યું હતું.