15 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહરુખ ખાને નિર્દેશક મુદસ્સર અઝીઝની ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં કેમિયો કર્યો હતો. દિગ્દર્શકે કહ્યું કે કિંગ ખાને ફિલ્મના નિર્માતા વિવેક વાસવાણીને વચન આપ્યું હતું કે તે ફિલ્મમાં કેમિયો કરશે. જ્યારે ફિલ્મમાં બધું બરાબર નહોતું ચાલી રહ્યું ત્યારે પણ અભિનેતાએ પોતાનું વચન પાળ્યું હતું.
શાહરુખે પોતાનું વચન દરેક કિંમતે નિભાવ્યું
સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં મુદસસરે ખુલાસો કર્યો હતો કે, ‘2010ની ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ના નિર્માણ દરમિયાન ઘણું ખોટું થયું હતું.’ તેણે કહ્યું કે ‘શાહરુખે ક્યારેય વિવેક કે તેની સાથે છેતરપિંડી કરી નથી અને ન તો તેનો ફિલ્મમાં કામ કરવાનું ટાળવાનો કોઈ ઈરાદો હતો.’ વાસ્તવમાં, શાહરુખે નિર્માતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ પરિસ્થિતિમાં ફિલ્મમાં કેમિયો કરશે અને અભિનેતા તેની વાત પર અડગ રહ્યો.
મુદસ્સરે આગળ કહ્યું- તે પઠાણ છે. હું એક પઠાણ છું અને હું જાણું છું કે અમારા શબ્દોનો કંઈક અર્થ થાય છે.
ડિરેક્ટરે કહ્યું,- શાહરુખ વિશાળ દિલનો છે
વાતચીતમાં મુદસ્સરે જણાવ્યું કે શાહરુખનો કેમિયો પણ ફિલ્મને ફ્લોપ થવાથી બચાવી શકે તેમ નહોતો છતાં પણ શાહરુખે આ ફિલ્મમાં કામ કર્યું. દિગ્દર્શકે અભિનેતાને મોટા દિલના પણ કહ્યા હતા.
ડિરેક્ટરે કહ્યું- શૂટિંગ દરમિયાન પૈસા ખતમ થઈ ગયા, અમે અમારા પ્રિયજનોને પણ ગુમાવ્યા
મુદસ્સરે વધુમાં કહ્યું કે ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ના શૂટિંગ દરમિયાન બધુ ખોટું થઈ રહ્યું હતું. તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા, સેટ તૂટી ગયો અને સમય જતાં સ્ટાર્સના ચહેરા બદલાતા રહ્યા. સૌથી દુઃખની વાત એ હતી કે તે દરમિયાન ફરદીન, વિવેક અને તેણે પોતાના પિતાને ગુમાવ્યા હતા.
હાલમાં જ મુદસ્સરની ફિલ્મ ‘ખેલ ખેલ’ રિલીઝ થઈ છે. આગામી સમયમાં તે ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની સિક્વલનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ હંગામાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાર્તિક આર્યનને ફિલ્મની સિક્વલની સ્ક્રિપ્ટ પસંદ આવી છે. જો કે, સ્ટાર કાસ્ટને લગતી માહિતી હજુ સામે આવી નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.