મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
શાહરૂખ ખાન સાથે ‘દિલ સે’ અને ‘ઝીરો’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નિર્દેશક તિગ્માંશુ ધુલિયાએ અભિનેતા સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. તેણે કહ્યું કે ફિલ્મ ‘દિલ સે’ના શૂટિંગ દરમિયાન શાહરૂખ બસના ફ્લોર પર જ સૂઈ જતા. લોકો તેમની ઉપરથી પસાર થતા હતા. તેમ છતાં પણ અભિનેતાએ ક્યારેય કોઈને કંઈ કહ્યું નથી.
તિગ્માંશુ ધુલિયાએ કર્યા શાહરૂખના વખાણ
મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ડાયરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ શાહરૂખ ખાનના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘શાહરુખ ખાન આજે બોલિવૂડના ખૂબ જ જાણીતા સ્ટાર છે. તેણે છેલ્લા 30 વર્ષથી આ સ્ટારડમ જાળવી રાખ્યું છે. તે કેટલા કમાલના વ્યક્તિ છે તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકુ તેમ નથી.
ફિલ્મ ‘દિલ સે’ વખતનો શાહરૂખનો ફોટો
ફિલ્મ ‘દિલ સે’ના શૂટિંગની અંદરની વાત
તિગ્માંશુ ધુલિયાએ કહ્યું કે, ફિલ્મ ‘દિલ સે’ના શૂટિંગ દરમિયાન વેનિટી વેન નહોતી. લંચ પછી શાહરૂખ હંમેશા બસના ફ્લોર પર જ સૂઈ જતા હતા. સૌથી મોટી વાત એ હતી કે તેણે ક્યારેય કોઈને તે બસમાં પ્રવેશતા રોક્યા નથી. ક્યારેક એવું બનતું કે બસમાંથી કોઈ સામાન લેવાનો હોય તો લોકો તેની ઉપરથી પસાર થતા અને તેમ છતાં ક્યારેય તેઓએ વાંધો ઉઠાવ્યો નથી.
તિગ્માંશુ ધુલિયાએ કર્યા શાહરૂખના વખાણ
ફિલ્મ ઝીરોના સેટ વિશે પણ કરી વાત
તિગ્માંશુએ આગળ કહ્યું કે, ‘મેં તેની હોમ પ્રોડક્શન ફિલ્મ ઝીરોમાં પણ કામ કર્યું હતું. મેં આ ફિલ્મમાં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. મને યાદ છે કે, તે સમયે પણ અભિનેતા પોતે બધા માટે ખુરશીઓ ગોઠવતા અને ખાવાની વ્યવસ્થા પણ કરતા હતા.
‘દિલ સે’ ઓગસ્ટ 1998માં રિલીઝ થઈ હતી
ફિલ્મ ‘દિલ સે’ ઓગસ્ટ 1998માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા જોવા મળ્યા હતા. એઆર રહેમાનના સંગીત અને ગુલઝારના ગીતોને કારણે આ ફિલ્મ ક્લાસિક ગણાય છે. આ ફિલ્મમાં મલાઈકા અરોરાએ ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કર્યો હતો. જે બાદ તેને ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મળી.