1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના કિંગખાન શાહરુખ ખાન અને ગૌરીના લગ્નનાં 32 વર્ષ પૂર્ણ થયાં છે. બંનેએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખની પત્ની ગૌરીએ કહ્યું કે, કોઈ પણ ઑફર એટલી મોટી ન હોઈ શકે કે તેમને ફિલ્મ કરવા માટે લલચાવી શકે. ગૌરી ખાને તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘એક સમયે ટીવી તોડી નાખ્યું અને સ્ક્રિપ્ટને બારીની બહાર ફેંકી દીધી હતી.’
ટાઈમ મેગેઝીન દ્વારા 2023ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં શાહરુખ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે
શાહરુખ ખાનને કામ ઘરે લાવવાની મંજૂરી નહોતી
એક તરફ શાહરુખને બોલિવૂડનો કિંગખાન માનવામાં આવે છે, તો ગૌરી પણ પ્રખ્યાત ઈન્ટીરીયર ડિઝાઈનર છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ગૌરીએ કહ્યું- ‘અમે ક્યારેય ઘરે કામ વિશે ચર્ચા કરતા નથી. શાહરુખ ક્યારેય હિન્દી ફિલ્મનો વીડિયો જોવા બેસે તો મને ટીવી તોડવાનું મન થાય. જ્યારે તેઓ ઘરે સ્ક્રિપ્ટ લાવે છે, તો હું તેમને કહું છું કે સ્ક્રિપ્ટને બારી બહાર ફેંકી દો. સેટ પર આ બધા માટે શાહરુખ પાસે ઘણો સમય છે. એટલા માટે હું માનું છું કે તેઓએ સેટ પર જ આ બધું કરવું જોઈએ.’
શાહરુખ ખાન પત્ની ગૌરી, પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે
રસપ્રદ વાત એ છે કે, શરૂઆતના દિવસોમાં ફિલ્મ નિર્માતાઓ જ્યારે ગૌરી ઘરે ન હોય ત્યારે જ શાહરુખને મળવા આવતા હતા . જોકે, બાદમાં શાહરુખે તેમની ઓફિસ ઘરના આગળના રૂમમાં શિફ્ટ કરી દીધી હતી. ગૌરીએ વધુમાં કહ્યું કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ ઑફર એટલી મોટી ન હોઈ શકે કે તેમને ફિલ્મ કરવા માટે લલચાવી શકે.’ ગૌરી અભિનયને સૌથી ખરાબ વ્યવસાય માને છે.
શાહરુખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પોતાની નિષ્ફળતાઓમાંથી ઘણું શીખ્યું છે
ગૌરીને શરૂઆતમાં મુંબઈ ગમતું ન હતું
1991માં શાહરુખ ખાન સાથેના લગ્ન બાદ ગૌરી મુંબઈ આવી હતી. શરૂઆતમાં તેમના માટે શહેરમાં એડજસ્ટ થવું થોડું મુશ્કેલ હતું. તેમણે કહ્યું- હું મુંબઈને નફરત કરતી હતી. હું મારા પરિવારને ખૂબ મિસ કરતી હતી. શહેરમાં હું કોઈને ઓળખતી પણ નહોતી. જો કે, ધીમે ધીમે મેં મિત્રો બનાવ્યા અને પછી શહેરની મજા લેવાનું શરૂ કર્યું. શાહરુખે જે દિગ્દર્શકો અને નિર્માતાઓ સાથે કામ કર્યું છે તેમની સાથે હું વાત કરવાનું પણ ટાળતી હતી. શાહરુખ કઈ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે તેની પણ મને ખબર નહોતી.
ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે ગૌરી ખાને ઘણા બૉલિવૂડ સેલેબ્સની ઑફિસની જગ્યાઓ અને ઘરો ડિઝાઇન કર્યા છે. ગૌરી શાહરુખની પ્રોડક્શન કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ની કો-ફાઉન્ડર પણ છે.
વર્ષ 2023માં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી
શાહરુખ ખાન માટે વર્ષ 2023 શાનદાર સાબિત થયું
શાહરુખ ખાન માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું હતું. જ્યાં જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાન’એ જોરદાર કમાણી કરી હતી. સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’એ પણ જબરદસ્ત કલેક્શન કર્યું હતું. બંને ફિલ્મોએ વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. શાહરુખની ફિલ્મ ‘ડંકી’ પણ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર યોગ્ય કલેક્શન કર્યું હતું. હવે વર્ષ 2024માં શાહરુખ તેમની પુત્રી સુહાના ખાન સાથે એક ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના એક ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે.