2 કલાક પેહલા
- કૉપી લિંક
શરદ કેલકર અને મહેશ માંજરેકર બાદ હવે શાહિદ કપૂર પણ છત્રપતિ શિવાજી મહારાજનો રોલ નિભાવવા જઈ રહ્યો છે. માહિતી અનુસાર, ટૂંક સમયમાં ‘OMG 2’ ફેમ ડિરેક્ટર અમિત રાયની આગામી ફિલ્મમાં શિવાજીની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ માટે શાહિદ ઉપરાંત મેકર્સે રાણા દગ્ગુબાતીનો પણ સંપર્ક કર્યો છે. જેમાં તે ઔરંગઝેબના રોલમાં જોવા મળી શકે છે.
આ ફિલ્મ ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લોર પર જઈ શકે છે. આ ફિલ્મને સાઉથના ફેમસ પ્રોડ્યુસર દિલ રાજુ પ્રોડ્યુસ કરશે.
શાહિદે આ પહેલા ફિલ્મ ‘પદ્માવત’માં રાજા રતન સિંહનો રોલ કર્યો હતો. તેમની કરિયરની આ એકમાત્ર પિરિયડ ડ્રામા ફિલ્મ છે
રાણા મેકર્સની પહેલી પસંદ છે
પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં ઔરંગઝેબના રોલ માટે ડિરેક્ટર અમિતની પહેલી પસંદ રાણા છે. જો કે આ અંગે અંતિમ ચર્ચા થવાની બાકી છે. શાહિદ પણ આ રોલ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
રાણાએ અગાઉ પીરિયડ ડ્રામા ‘બાહુબલી’માં વિલનની ભૂમિકા ભજવી હતી
મેકર્સ પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે
હાલમાં, નિર્માતાઓ ફિલ્મની સ્ક્રિપ્ટ તેમજ તેના પ્રી-પ્રોડક્શનને ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. તેનું શૂટિંગ ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ શકે છે.
શાહિદે તૈયારીઓ શરૂ કરી દીધી
સૂત્રોએ એ પણ માહિતી આપી કે શાહિદે આ રોલ માટે તૈયારી શરૂ કરી દીધી છે. તે આ રોલને જીવનભરની તક તરીકે જોઈ રહ્યો છે.
આ ફિલ્મનું નિર્દેશન અમિત રાય કરશે, જેમણે અગાઉ અક્ષય કુમાર સ્ટારર ‘OMG 2’નું દિગ્દર્શન કર્યું હતું
શિવાજી મહારાજની બાયોપિક નહીં હોય
આ ફિલ્મ છત્રપતિ શિવાજીના જીવનની આસપાસ વણાયેલી છે. જોકે, આ તેની બાયોપિક નહીં હોય. મેકર્સ તેની જેલ તોડીને ભાગી જવાની ઘટના પર વધુ ફોકસ કરવા માગે છે.