6 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
આજની વણકહી વાર્તા ઘણી અલગ છે. આ હિન્દી સિનેમાની કોઈ એક્ટ્રેસ નથી, પરંતુ એક થિયેટર કલાકારની વાર્તા છે, જેઓ આખી જિંદગી જવાહરલાલ નેહરુ, દિલીપ કુમાર, રાજાઓ અને બાદશાહો જેવા ઉચ્ચ કક્ષાના લોકોથી ઘેરાયેલાં રહ્યાં, જે ભારતીય સિનેમા, મુગલ-એ-આઝમ જેવી મહત્ત્વની ફિલ્મનો હિસ્સો બનતાં રહી ગયાં હતાં. આ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે શહેનાઝ એક રાજવી પરિવારમાંથી આવતાં હોઈ, જ્યાંથી ફિલ્મોમાં આવવાની વાત તો બહુ દૂરની હતી, તેમને ફિલ્મો જોવાની પણ મંજૂરી નહોતી.
રાજકુમારી શહેનાઝ એક શાહી પરિવારમાં જન્મ્યાં હતાં અને હવેલીમાં ઉછેર થયો હતો. તેઓ સોના અને ચાંદીના તારવાળાં કપડાં પહેરતાં હતાં. તેમની જીદના કારણે જ તેઓ પહેલા બોમ્બે અને પછી થિયેટરમાં પહોંચ્યાં હતાં, જ્યારે બલાની સુંદર શહેનાઝે શાહી પરિવારની પરંપરા તોડી અને થિયેટરમાં કામ કર્યું, ત્યારે દર્શકોની ભીડ એકઠી થવા લાગી હતી. જ્યારે કેટલાક લોકોએ રાજવી ઘરાના પર ફિટકાર વરસાવ્યો તો કેટલાક લોકો પ્રથમ વખત સ્ટેજ પર સોના અને ચાંદીનાં વસ્ત્રોમાં સજ્જ એક શાહી છોકરીને જોઈને દંગ રહી ગયા હતા. સામાન્ય લોકો જ નહીં, પણ પ્રખ્યાત ફિલ્મસર્જક કે. આસિફ પણ એક જ નજરમાં તેમના પ્રશંસક બની ગયા હતા. ‘મુગલ-એ-આઝમ’માં અનારકલી બનવાની જીદને કારણે તેમના પર અનેક સીનનું શૂટ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેમના પરિવારને આ વિશે જાણ થઈ ત્યારે શહેનાઝને જેનો ડર હતો એ થયું. પતિએ પણ તેમને માર માર્યો અને તેમને બાળકોથી અલગ કરી દીધાં હતાં.
આજે વણકહી વાર્તામાં વાંચો હવેલીથી સ્ટેજ સુધીની સફર કરનારાં જિદ્દી શહેનાઝની સંપત્તિ, ઝાકમઝોળ અને ભગ્નહૃદયની વાર્તા –
માત્ર 5 વર્ષની ઉંમરે જ માતાએ આપેલું નામ ઠુકરાવી દીધું
એ દિવસ 15 ફેબ્રુઆરી, 1932 હતો, જ્યારે શહેનાઝ બિયાનો જન્મ ભોપાલના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ શું હતું અથવા તેમની ચોક્કસ જન્મ તારીખ શું હતી એ ફિલ્મના ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલી નથી, પરંતુ માત્ર 5 વર્ષની ઉંમરે તેમની માતાએ આપેલા નામને જીદથી નકારી કાઢ્યું અને પોતાનું નામ શહેનાઝ રાખ્યું. શહેનાઝ એટલે રાજાઓનું ગૌરવ.
શહેનાઝે ભોપાલની શાહી હવેલીમાં નોકરોની વચ્ચે બાળપણનો દરેક આનંદ માણ્યો હતો. આયા આખો દિવસ તેમની સાથે રહેતી હતી, જ્યારે શિક્ષકો પણ ઘરે આવતા હતા, પરંતુ તેઓ અન્ય સામાન્ય બાળકોની જેમ શાળાએ જવા માગતાં હતાં. શહેનાઝે સ્કૂલે જવાની ઘણી વખત જીદ કરી હતી, પરંતુ શાહી પરિવારમાં છોકરીઓને હવેલીની બહાર મોકલવાની મંજૂરી ન હતી.
લગ્ન ન કરવા માટે માત્ર 13 વર્ષની ઉંમરે ભૂખહડતાળ પર ઊતર્યાં
શહેનાઝ માત્ર 13 વર્ષનાં હતાં ત્યારે તેમના માટે એક શાહી પરિવારમાંથી સંબંધ આવ્યો હતો. 40ના દાયકામાં રાજાશાહી હોઈ, તેથી રાજકુમારીઓ માટે 13 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું સામાન્ય હતું અને એ પણ ફક્ત રાજકુમાર સાથે, પરંતુ શહેનાઝ આ પરંપરાને તોડવા ઇચ્છતાં હતાં. તેઓ એવા વાતાવરણમાં ભણવા અને જીવવા માગતાં હતાં, જ્યારે પરિવારના સભ્યોએ તેમના પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે શહેનાઝ પણ મક્કમ બન્યાં હતાં. પોતાની જીદ પૂરી કરવા તેમણે ખાવા-પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું અને ભૂખહડતાળ શરૂ કરી હતી. હવે કોઈ રાજકુમારીને ક્યાં સુધી ભૂખી જોઈ શકે? આખરે પરિવારે હાર માનીને આ સંબંધ માટે ના પાડી દીધી હતી.
ભોપાલના નવાબ હમીદુલ્લા સાથે શહેનાઝ (જમણે).
શહેનાઝ શાહી પરિવારનાં પહેલાં દીકરી હતાં, જે બોર્ડિંગ સ્કૂલમાં હતાં
શહેનાઝે વધુ એકવાર જીદ કરી હતી. તેમણે આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. શહેનાઝ રાજવી પરિવારનાં પ્રથમ દીકરી હતાં, જેમને ભોપાલથી પૂના (હાલ પુણે)ની બોર્ડિંગ સ્કૂલ (કોન્વેન્ટ ઑફ જિસસ એન્ડ મેરી)માં મોકલવામાં આવ્યાં હતાં.
શહેનાઝની જીદ અને અભ્યાસ પ્રત્યેના લગાવના કારણે તેમણે19 વર્ષની ઉંમર સુધી લગ્ન ન કર્યાં. જ્યારે આજે આ એક સામાન્ય બાબત છે, એ સમયે એ ચિંતાનો વિષય હતો. પરિવારના સભ્યો હજુ પોતાના વિચારોમાં હતા ત્યારે અચાનક એક સમાચાર આવ્યા. બોમ્બેમાં રહેતા એક બેરિસ્ટર જેઓ ઓક્સફર્ડમાં ભણ્યા હતા, તેઓ સંબંધ લઈને આવ્યા હતા. તે વ્યક્તિ બોમ્બેના એક જાણીતા શિક્ષિત પરિવારમાંથી હતી, જે ટૂંક સમયમાં રાજકારણમાં મોટું નામ બનાવવા જઈ રહ્યા હતા. જેવી શહેનાઝને ખબર પડી કે તે વ્યક્તિ ઉચ્ચ શિક્ષિત પરિવારની છે, તેઓ તરત જ સંમત થઈ ગયાં હતાં, પરંતુ આ વખતે તેમણે શરત એ રાખી હતી કે સંબંધમાં આગળ વધતાં પહેલાં તે વ્યક્તિ તેમને બતાવવામાં આવે.
પરિવાર સંમત થયો હતો અને તેમને દૂરથી માણસને જોવાની મંજૂરી આપી. તે વ્યક્તિ 19 વર્ષની શહેનાઝથી બમણી ઉંમરની હતી, જેમની ઉંમર 38 વર્ષની હતી. જ્યારે શહેનાઝે તેમને જોયા ત્યારે તેમને આ વાતની જાણ થઈ, પરંતુ શહેનાઝ, જે એક શિક્ષિત વ્યક્તિ સાથે પોતાનું જીવન પસાર કરવા માગતાં હતાં અને ભોપાલની હવેલીની બહાર રહેવા માગતાં હોઈ, આ સંબંધ માટે તેઓ તરત જ સંમત થઇ ગયાં હતાં.
ભોપાલમાં યોજાયેલા શાહી લગ્ન પછી 1951માં એક દિવસ શહેનાઝ લગ્નની જાન સાથે બોમ્બેના વિક્ટોરિયા ટર્મિનસ પહોંચ્યાં હતાં. જ્યારે શાહી પરિવારનાં શહેનાઝ એક પ્રખ્યાત બેરિસ્ટરની પત્ની તરીકે બોમ્બે પહોંચ્યાં ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે તેમના પતિ મોટા રાજનેતાઓ, ફિલ્મી હસ્તીઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે ફરતા હતા ત્યારે શહેનાઝ પણ તેમને ક્લબમાં કંપની આપતાં હતાં.
બોમ્બેની એક ક્લબમાં જવાહરલાલ નેહરુ સાથે શહેનાઝ. (સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી ).
પંડિત જવાહરલાલ નેહરુ સાથે શહેનાઝની મુલાકાત
આ જ રીતે એક હાઈક્લાસ ક્લબના મેળાવડામાં શહેનાઝની મુલાકાત તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે થઈ હતી. જવાહરલાલ નેહરુ સાથે તસવીર ક્લિક કરતી વખતે શહેનાઝે બ્લેક બોટનેક બ્લાઉઝ સાથે સફેદ સાડી પહેરી હતી. તેમના ગળામાં 4-સ્ટ્રેન્ડ મોતીના હાર અને વાંકડિયા વાળ સાથે શહેનાઝ ફેશનેબલ હિરોઈન જેવાં લાગતાં હતાં.
ભોપાલના નવાબો માટે પાર્ટીઓનું આયોજન કરતાં હતાં
શહેનાઝને મહેમાનગીરી કરવાનો ખૂબ જ શોખ હતો. ઘણીવાર તેઓ પોતે બોમ્બેમાં ભોપાલની મુલાકાત લેતા નવાબો માટે મિજબાનીઓનું આયોજન કરતાં હતાં. એક દિવસ તેમણે બોમ્બેમાં ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન માટે મિજબાનીનું આયોજન કર્યું. હમીદુલ્લા ખાન સાથે મોરાજી દેસાઈ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
શહેનાઝના ઘરે યોજાયેલી પાર્ટીમાં ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન (વચ્ચે), મોરારજી દેસાઈ (ડાબે). ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
હાઈ સોસાયટી ક્લબમાં કેટલાક થિયેટર કલાકારોને મળ્યા પછી શહેનાઝે થિયેટર તરફ ઝુકાવ શરૂ કર્યો. બોમ્બેના એક થિયેટરમાં અનારકલી નાટકમાં લીડ રોલ માટે છોકરીની જરૂર હતી ત્યારે બધાએ શહેનાઝનું નામ સૂચવ્યું. છેવટે અનારકલીની ભૂમિકા રાજવી પરિવારની છોકરી કરતાં વધુ સારી રીતે કોણ ભજવી શકે? શહેનાઝ પણ સંમત થઈ ગયાં અને થોડા દિવસોની તૈયારી પછી તે અનારકલીના રોલમાં એવી રીતે સ્થિર થઈ ગયાં કે સ્ટેજ પર તેમનો અભિનય જોવા જેવો હતો. આના કરતાં પણ જો કોઈ બાબત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી તો તે એ હતી કે શહેનાઝનાં સોના અને ચાંદીથી સજ્જ કપડાં.
થોડાં અઠવાડિયાં સુધી ચાલતું આ નાટક જોવા માટે મોટી ભીડ આવતી હતી. નાટક પૂરું થયા પછી જેવી શહેનાઝ તેમના મેક-અપ રૂમમાં ગઈ કે તરત જ ચાહકોની ભીડ ત્યાં પણ તેમની પાછળ આવી ગઈ. બધા તેમને મળવા દરવાજાની બહાર કલાકો સુધી રાહ જોતા.
ફિલ્મ પ્રીમિયર દરમિયાન દિલીપ કુમાર અને શહેનાઝ. ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
શાહી પોશાક પહેરીને દિલીપ કુમારને મળ્યાં હતાં
શહેનાઝના પતિના ઘણા ક્લાયન્ટ્સ ફિલ્મજગતના હતા, તેથી શહેનાઝ તેમના પતિ સાથે ક્લબ પાર્ટીઓ અને ફિલ્મ પ્રીમિયરમાં પણ જતાં હતાં. દિલીપ કુમાર, મધુબાલા, સુરૈયા આવા જ એક પ્રીમિયરમાં શહેનાઝને મળ્યા હતા. આ મીટિંગની એક તસવીરમાં શહેનાઝ શાહી પોશાક પહેરીને દિલીપ કુમારની સામે બેઠાં છે, જ્યારે બીજી તરફ દિલીપ કુમાર તેમની સામે હસતા જોવા મળે છે.
કે.આસિફ કલાકો સુધી મેકઅપ રૂમની બહાર રાહ જોતા હતા
એક દિવસ સ્ટેજ પરથી ઊતરતાં જ થાકેલાં શહેનાઝ તેમના મેક-અપ રૂમમાં ગયાં હતાં. થોડી જ મિનિટો વીતી ગઈ હતી કે દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો. શહેનાઝને લાગ્યું કે કદાચ કોઈ ફેન તેમને મળવા આવ્યો હશે. તેથી તેમણે અવાજની અવગણના કરી, પરંતુ થોડીવાર પછી દરવાજો જોરથી ખટખટાવ્યો હતો. અવાજ કરીને પૂછ્યું, તો થિયેટરના માલિક હતા. દરવાજો ખોલ્યો તો તેમણે જોયું કે તેઓ પ્રખ્યાત ફિલ્મમેકર સામે ઊભો હતા. જેવી તેમની નજર કે. આસિફ સામે મળી તો કે. આસિફે હાથ લંબાવીને કહ્યું – ‘આ જ મારી અનારકલી છે. હું તમને ભારતની સૌથી પ્રખ્યાત મહિલા બનાવી દઈશ’.
( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી ).
શહેનાઝે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી
ખરેખર એ સમયે કે. આસિફ ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. દિલીપ કુમાર સલીમના લીડ રોલમાં હતા, પરંતુ અનારકલીના રોલ માટે તેમની શોધ પૂરી થઈ ન હતી. કે.આસિફની દરખાસ્ત સાંભળીને શહેનાઝે પહેલીવાર ઇનકાર કર્યો. તેમણે કહ્યું, ‘હું ફિલ્મોમાં કામ કરી શકીશ નહીં. કે. આસિફે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો તમે નાટકમાં કરી શકો તો ફિલ્મમાં કેમ નહીં? શહેનાઝ જાણતાં હતાં કે તેઓ જે શાહી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એને કારણે તેમને ક્યારેય ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જ્યારે કે. આસિફ તેમને ફિલ્મમાં કાસ્ટ કરવા પર મક્કમ રહ્યા, ત્યારે શહેનાઝ સ્ક્રીન ટેસ્ટ આપવા માટે સંમત થયાં . કે. આસિફને પણ શહેનાઝની ખચકાટનો અહેસાસ થયો હતો, આથી તેમણે શહેનાઝને કહ્યું કે ‘હું ફિલ્મી દુનિયાના ન્યૂસન્સ તમારા સુધી પહોંચવા નહીં દઉં.’
બીજા દિવસે જ્યારે શહેનાઝ કે. આસિફના પ્રોડક્શન હાઉસમાં પહોંચ્યાં, ત્યારે તેમણે જોયું કે તેની ટીમ લાઇટિંગ અને સેટ તૈયાર કર્યા પછી તેની રાહ જોઈ રહી હતી. સેટ પર શહેનાઝની કેટલીક તસવીરો લેવામાં આવી હતી અને તેમની પાસેથી થોડા ડાયલોગ્સ બોલાવવામાં આવ્યા હતા. સ્ટેજ પર પહેલેથી જ અનારકલી બની ચૂકેલા શહેનાઝ માટે આ મુશ્કેલ ન હતું. કે. આસિફે થોડીક લાઈનો સાંભળ્યા બાદ તેમને ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે હવે પછીનું રિહર્સલ અનારકલી પોશાકમાં જ થશે.
‘મુગલ-એ-આઝમ’ના સેટ પર શહેનાઝની તસવીર. ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
ઓડિશનમાં ગોલ્ડ અને સિલ્વર બ્રોકેડનાં કપડાં પહેર્યાં હતાં
કોસ્ચ્યૂમ ડિઝાઇનર્સની ટીમ પણ સ્થળ પર હાજર હતી. ટીમે કહ્યું કે આટલી ઉતાવળમાં અનારકલીના પાત્ર માટે કપડાં ડિઝાઇન કરવા શક્ય નથી, જેના પર કે. આસિફે શહેનાઝને પૂછ્યું કે તમે જે વસ્તુ સ્ટેજ પર પહેરતાં હતાં એ જ કેમ નથી પહેરતાં?’
શહેનાઝે તેમને કહ્યું કે ‘તેમણે સ્ટેજ પર જે કપડાં પહેર્યાં હતાં એ કોઈ નાટકનાં નથી, પરંતુ તેમની પોતાની ભોપાલીની જોડી હતી, જેમાં સાચા સોના અને ચાંદીના તાર હતા.’ આ સાંભળીને આસિફ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, આનાથી સારું શું હોઈ શકે. બીજા દિવસે શહેનાઝે તેના ભોપાલી પાનેતરમાં લગભગ 200 તસવીરો ક્લિક કરાવી. ફિલ્મમાં શહેનાઝ હશે એ નક્કી હતું અને શહેનાઝને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના સેટ પર શહેનાઝની તસવીર. ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
તસવીર જોઈને ભાઈ ગુસ્સે થયા, ફિલ્મ છોડી દેવી પડી
થોડા દિવસો પછી કે. આસિફ શહેનાઝને સાઈનિંગ અમાઉન્ટ આપવા તેના ઘરે પહોંચ્યા. એ સમયે શહેનાઝના બે મોટા ભાઈ આલીમ મિયાં અને ધની મિયાં પણ તેમને મળવા ઘરે પહોંચ્યા હતા. સાઈન કરવા માટે પૈસા લઈને કે. આસિફે તેમને સેટ પર લીધેલી એક તસવીર બતાવી અને કહ્યું, તમે ભારતની બેસ્ટ એક્ટ્રેસ બનવા જઈ રહ્યા છો.
જેવી શહેનાઝના મોટા ભાઈઓએ એ તસવીર જોઈ, તેઓ તેમની બહેનને ફિલ્મના સેટ પર પોશાક પહેરીને પોઝ આપતા જોઈને ગુસ્સે થઈ ગયા. અલીમ મિયાંએ ટેબલ પરથી ફોટોગ્રાફ ઉપાડ્યો અને ફાડી નાખ્યો. આસિફને ધમકાવવા લાગ્યા અને મોટા ભાઈએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.
શહેનાઝનું ફિલ્મમાં કામ કરવાનું સપનું પળવારમાં ચકનાચૂર થઈ ગયું. શાહી પરિવારમાં હોવાનો આ ગેરલાભ એકદમ ગંભીર હતો, કારણ કે દરેકને ખબર હતી કે મધુબાલાએ 1960માં રિલીઝ થયેલી ફિલ્મ મુગલ-એ-આઝમમાં અનારકલીની ભૂમિકા ભજવીને ખરેખર પોતાને ભારતની મહાન નાયિકાનું બિરુદ મેળવ્યું હતું. જ્યારે કે. આસિફ શહેનાઝ માટે આ સપનાં જોતા હતા.
શહેનાઝના ફિલ્મોમાં જવાના નિર્ણયની તેમના લગ્નજીવન પર પણ ઊંડી અસર પડી હતી. ઘરમાં ઝઘડા શરૂ થયા અને થોડા સમય પછી આ દલીલો ઝઘડામાં ફેરવાઈ ગઈ. પોતાના લગ્નજીવનને બચાવવા માટે શહેનાઝે એક પરિવાર શરૂ કર્યો. તેમને બે બાળકો હતાં, પરંતુ તેમના પતિએ તેને મારવાનું બંધ કર્યું નહીં.
તેમના શરીર અને ચહેરા પરના હુમલાના ઘા છુપાવવા માટે શહેનાઝ નકાબ પહેરીને ઉચ્ચ સમાજમાં સુખી જીવન જીવવાનો ડોળ કરતાં હતાં. એક દિવસ શહેનાઝના પતિએ તેમને એટલા માર્યા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં.
ઘા જોઈ ડૉક્ટરે છૂટાછેડાની સલાહ આપી
સારવાર દરમિયાન શહેનાઝના ગાયનેકોલોજિસ્ટ ડૉ.વી.એન. શિરોડકરે તેના પતિની નિર્દયતા ઘણી વખત જોઈ હતી. તેમણે શહેનાઝને કહ્યું હતું કે જો તે તલાક નહીં લે અને આ રીતે માર ખાતાં રહેશે તો તે 6 મહિનાથી વધુ જીવી શકશે નહીં. આખરે સારવાર બાદ શહેનાઝનો પરિવાર તેમને ભોપાલ લઈ ગયો.
પતિએ લેખિત માફી સાથે ફોન કર્યો
થોડા સમય પછી શહેનાઝના પતિએ લેખિત માફી મોકલીને શહેનાઝને ફરીથી બોમ્બે બોલાવ્યા હતા. શહેનાઝ ચોક્કસપણે તેમનાં બે બાળકો સાથે રહેવાની ઈચ્છા સાથે પાછા આવ્યાં, પરંતુ તેમના પતિના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો.
સિગારેટ પીવા લાગ્યાં
પતિના અત્યાચારનો ભોગ બનેલી શહેનાઝે ઘરની બહાર નીકળવાનું લગભગ બંધ કરી દીધું અને સિગારેટ પીવા લાગ્યાં સ્થિતિ એવી હતી કે બેભાન શહેનાઝનાં કપડાં પર સિગારેટના નિશાન સામાન્ય બની ગયાં હતાં. એક સમય એવો આવ્યો જ્યારે તેમણે સાદાં કપડા પહેરવાનું શરૂ કર્યું અને પોતાના સોના અને ચાંદીના સિક્કા એક બોક્સમાં રાખ્યા.
જ્યારે પતિએ તેમને મારવાનું બંધ ન કર્યું, તો તેમણે છૂટાછેડા લીધા અને બાળકોની કસ્ટડી ગુમાવી
એક દિવસ જ્યારે તેમના પતિએ ફરીથી તેમના પર હાથ ઉપાડ્યો ત્યારે આ વખતે શહેનાઝે ઘર છોડવાનું મન બનાવી લીધું. પરંતુ આ નિર્ણયની તેમને ભારે કિંમત ચૂકવવી પડી હતી. બેરિસ્ટર પતિએ સત્તાનો ઉપયોગ કરીને બંને બાળકોની કસ્ટડી મેળવી હતી. ઘણા મહિનાઓ સુધી શહેનાઝ તેમનાં બાળકોની એક ઝલક મેળવવા માટે તડપતી રહ્યાં . તેમના પતિએ તેમનાં બાળકોને તેમની માતા વિરુદ્ધ ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું.
શહેનાઝ દર વર્ષે બાળકોની શોધમાં ભારત આવતાં
શહેનાઝે પોતાનો પરિવાર શરૂ કર્યો, પરંતુ તેઓ દરરોજ રાત્રે તેમના પહેલા પતિ સાથેનાં બે બાળકોને યાદ કરીને રડતાં હતાં. જ્યારે તેમના પતિએ તેને ટેકો આપ્યો ત્યારે તે દર વર્ષે તેમનાં બાળકોની શોધમાં ભારત આવવા લાગ્યાં હતાં શહેનાઝ શાહી પરિવારનાં હોવા છતાં જ્યારે તેમણે પોલીસની મદદ માગી તો તેમણે પણ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. આ ક્રમ લગભગ 20 વર્ષ સુધી ચાલ્યો. અંતે 20 વર્ષના સંઘર્ષ પછી તેમને બાળકોને મળવાની મંજૂરી મળી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બાળકોએ શહેનાઝ સામે એટલી હદે ઉશ્કેરણી કરી હતી કે તેમણે તેમની સામે તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. બાળકોના વર્તનથી શહેનાઝ ભાંગી પડ્યાં અને ફરી ક્યારેય ભારત આવ્યાં ન હતાં
લાહોરમાં થયા બીજા લગ્ન, દીકરીએ પુસ્તકના માધ્યમથી વાર્તા દુનિયા સુધી પહોંચાડી
એકવાર તેમના પરિવારના આગ્રહ પર શહેનાઝ કરાચીમાં યોજાયેલા લગ્નમાં ગયાં હતાં. આ લગ્નમાં તેઓ લાહોરના એક બિઝનેસમેનને મળ્યાં હતાં, જેની સાથે તેમણે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી શહેનાઝને એક પુત્રી પણ હતી. તેમની પુત્રી લગભગ 6-7 વર્ષની હતી જ્યારે તેમના પતિને યુદ્ધમાં બંદી બનાવવામાં આવ્યા હતા. પતિની ગેરહાજરીમાં શહેનાઝે એકલા હાથે દીકરીનો ઉછેર કર્યો.
શહેનાઝ અને તેના બીજા પતિની એકમાત્ર તસવીર. ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
વધતી ઉંમરની સાથે શહેનાઝ સંજોગોને અનુરૂપ બની ગઈ. જ્યારે તેમની પુત્રી સોફિયા મોટી થઈ, ત્યારે શહેનાઝે તેમને તેમની જીવનની વાર્તા સંભળાવી, જેના પર તેણે 2020માં શહેનાઝ: રોયલ્ટી, ગ્લેમર અને હાર્ટબ્રેકની એક ટ્રેજિક ટ્રુ સ્ટોરી પુસ્તક લખ્યું. આ પુસ્તક દ્વારા સોફિયાએ તેમની માતા શહેનાઝની વાર્તા લોકો સુધી પહોંચાડી. ‘ધ ડોન’ માટે લખેલા લેખમાં સોફિયાએ તેમની માતાની વાર્તા પણ લખી છે.
સોફિયા નાઝ દ્વારા શહેનાઝના જીવન પર લખાયેલું પુસ્તક.
પુસ્તક અને લેખ મુજબ, ઉંમર વધવાની સાથે શહેનાઝે વર્ષો પછી પોતાનું બંધ બોક્સ ખોલ્યું હતું. એ બોક્સમાં રાખેલી સાડીઓ અને મુગલ-એ-આઝમના સેટ પર કલાકો સુધી લીધેલા ફોટોગ્રાફ્સ જોતાં હતાં. જે પણ સાડીઓ બળી ગઈ હતી, શહેનાઝે એની સોના-ચાંદીની બોર્ડર કાપીને એને બચાવી હતી. શહેનાઝ પોતાના ફ્રી સમયમાં યાદોનો ડબ્બો લઈને બેસતા, ગઝલો સાંભળતાં અને કવિતા લખતાં હતાં.
પુત્રી સોફિયા સાથે શહેનાઝની તસવીર. ( સૌજન્ય- શહેનાઝની પુત્રી સોફિયાના સોશિયલ મીડિયા પેજ પરથી )
2012માં શહેનાઝના મૃત્યુ પછી સોફિયાએ પોતે જ તેમના પિતાની અટક કાઢી નાખી અને તેની અટક તરીકે તેની માતાનું અડધું નામ નાઝ (શાહ-નાઝ) કરી દીધું. સોફિયાએ માતા શહેનાઝ પર ઘણા લેખો લખ્યા, પરંતુ ક્યાંય તેમણે તેમના સાવકા પિતા અને ભાઈ-બહેનના નામનો ઉલ્લેખ કર્યો નથી.