3 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બોલિવૂડ કિંગ’ શાહરુખ ખાન ફેન્સ માટે ફક્ત એક નામ નથી, તે લોકો માટે એક લાગણી છે. સુપરસ્ટાર શાહરુખ ખાન સૌથી મુશ્કેલ ડાયલોગ એક જ વારમાં બોલી શકે છે. પરંતુ તેમને તેમના પુત્ર આર્યન ખાનના ડિરેક્શનને પરસેવો લાવી દીધો હતો. હકીકતે, નેટફ્લિક્સે ગઈકાલે આર્યન ખાનની વેબ સિરીઝ “The BA***DS Of Bollywood”નો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં બાપ-દીકરાની કેમેસ્ટ્રી ઓન સ્ક્રિન જોવા મળી રહી છે.
આર્યન ખાનનું ડિરેક્ટર તરીકે ડેબ્યૂ શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન ડિરેક્ટર તરીકે સિનેમાની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યો છે. તેમની વેબ સિરીઝ આ વર્ષે રિલીઝ થવાની છે, જેના માટે ખાન પરિવાર ઉત્સાહિત છે.
આર્યન ખાનની વેબ સિરીઝનો પ્રોમો
શાહરુખે કહ્યું- તેરે બાપ કા રાજ હૈ? વીડિયોની શરૂઆતમાં, શાહરુખ ખાન સ્ક્રીન પર એન્ટ્રી કરે છે. તે સ્વેગ સાથે એન્ટ્રી કરે છે અને કહે છે – પિક્ચર વર્ષોથી બાકી છે, પણ. પછી કટનો અવાજ સંભળાય છે અને ડિરેક્ટરની ખુરશી દેખાય છે, જેમાં આર્યન બેઠો છે. તે શાહરૂખ ખાનને કહે છે- વન મોર ટેક સર. તે બીજી વાર કહે છે, થોડી વધુ ભાવનાત્મક રીતે કરીએ. આવી રીતે આ 2 મિનિટના પ્રોમોમાં આર્યન શાહરુખને 18 ટેક કરાવે છે. છેલ્લે એક્ટર ગુસ્સમાં આવીને ડિરેક્ટરને કહે છે-તેરે બાપ કા રાજ હૈ? તો આર્યન સ્માઈલ સાથે હા પાડતો જોવા મળે છે. પ્રોમો બંનેની કોમેડી અને શાહરુખનો સ્વેગ જોવા મળી રહ્યો છે.
શાહરુખે દિલની ઈચ્છા વ્યકત કરી શાહરુખે સ્ટેજ પર પોતાના દીકરા માટે કહ્યું, ‘ગુઆરિશ અને હું દિલથી ઈચ્છીશ કે મારો દીકરો જે દિશામાં પહેલું પગલું ભરી રહ્યો છે. મારી દીકરી જો એક્ટ્રેસ બની ગઈ છે. દુનિયાએ મને જે પ્રેમ આપ્યો છે તેનો 50 ટકા પણ આપશે તો પણ મારા માટે ખૂબ વધારે હશે.