46 મિનિટ પેહલા
- કૉપી લિંક
અજય દેવગન અને માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, આ સુપરનેચરલ-હોરર ફિલ્મે ઓપનિંગ ડે પર 15 કરોડ 21 લાખ રૂપિયાની કમાણી કરી છે.
બીજા દિવસે એડવાન્સ બુકિંગથી 4.90 કરોડની કમાણી
ફિલ્મને નાઇટ શોમાં સૌથી વધુ ઓક્યુપન્સી (43.02%) મળી. તેની એકંદર ઓક્યુપન્સી 25.70% હતી. આ સિવાય ફિલ્મે બીજા દિવસે એડવાન્સ બુકિંગ દ્વારા 1 લાખ 95 હજાર ટિકિટ વેચીને 4 કરોડ 90 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
અજયની પાંચમી બેસ્ટ ઓપનિંગ ફિલ્મ
આ સાથે, તે ઓપનિંગના દિવસે અજયની કારકિર્દીની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અજય અને કરીના સ્ટારર ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ આ લિસ્ટમાં ટોપ પર છે. અજયની ફિલ્મને 32.09 કરોડની ઓપનિંગ મળી હતી. ‘શૈતાન’નું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે જેમાં સાઉથની અભિનેત્રી જ્યોતિકા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આમિર ખાન દ્વારા બનાવવામાં આવી છે અને તેની ભૂતપૂર્વ બીજી પત્ની કિરણ રાવ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
‘લાપતા લેડીઝ’ફિલ્મે 8 દિવસમાં 6.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
બીજી તરફ આમિર ખાનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 8 દિવસમાં પણ 10 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નથી. ફિલ્મે બીજા શુક્રવારે માત્ર 60 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ભારતમાં તેનું કલેક્શન 6 કરોડ 80 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘આર્ટિકલ 370’માં યામી ઉપરાંત અરુણ અને પ્રિયામણિ પણ મહત્ત્વના રોલમાં જોવા મળી રહ્યા છે
15 દિવસમાં ‘આર્ટિકલ 370’એ 59.85 કરોડનું કલેક્શન કર્યું
આ સિવાય યામી ગૌતમ સ્ટારર ‘આર્ટિકલ 370’એ પણ 15માં દિવસે સારી કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા શુક્રવારે 1 કરોડ, 65 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેણે પહેલા વીકએન્ડમાં 35 કરોડ, 60 લાખ રૂપિયા અને બીજા વીકએન્ડમાં 22 કરોડ, 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 59 કરોડ, 85 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
‘સ્પાઈડરમેન’ ફેમ એક્ટ્રેસ ઝેન્ડાયાની ‘ડ્યૂન-2’એ પણ ભારતમાં સારો બિઝનેસ કર્યો છે.
‘ડ્યુન-2’ એ 7 દિવસમાં 16.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
આ ત્રણેય બોલિવૂડ ફિલ્મોની વચ્ચે ટિમોથી ચાલામેટ અને ઝેન્ડાયા અભિનિત હોલિવૂડની ફિલ્મ ‘ડ્યુન-2’ પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં 16 કરોડ, 55 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.